શું તમને કાળા અને લાંબા વાળ ગમે છે તો એક વાર આ અચૂક વાંચજો

અત્યારની જીવનશૈલીના કારણે વાળની અનેક સમસ્યાઓથી કોઈપણ સ્ત્રી બાકી રહી નથી. અત્યારે મોટાભાગની સ્ત્રીઓને કોઈને કોઈ રીતે વાળની સમસ્યાઓ પજવી રહી છે. સામાન્ય રીતે દર મહિને વાળની 1.25 સેમી. જેટલા વધે છે. પરંતુ કેટલીક સમસ્યાઓને કારણે વાળ લાંબા થતાં અટકી ગયા હોય તો આજે અમે તમને એવી પ્રાકૃતિક વસ્તુઓ વિશે જણાવીશું જે ખાસ વાળ માટે જ છે.

તેલ મસાજ વાળને લાંબા કરવા માટે એક સારો કુદરતી ઉપાય છે. મસાજ કરતા પહેલા તેલને નવશેકુ ગરમ કરીને વાળમાં મસાજ કરો. મસાજ કરવાથી માથામાં રક્ત સંચારમાં સુધારો આવે છે, તેથી વાળને પોષણ મળે છે. તેમ કરવાથી વાળ મજબૂત થાય છે.

નાળીયેર તેલ

નારિયેળ તેલનો ઉપયોગ કરી શકાય છે. સ્નાન કરતા પહેલા નવશેકા તેલથી માથામાં માલિશ કરો. અડધો કલાક આ રીતે તેલ લગાવ્યા બાદ તેને બરાબર ધોઇ લો. અઠવાડિયામાં એક વાર ઓઇલ મસાજ કરવું જરૂરી છે. નારિયેલનું તેલ વાળ માટે ખૂબ ફાયદાકારક છે.

ઓલીવ તેલ

ઓલિવ ઓઇલ વાળને જડમૂળથી મજબૂત બનાવીને સ્વસ્થ રાખે છે. જૈતુનનું તેલ એક સારું કંડિશનર પણ છે. જેથી વાળ ઝડપથી વધે છે અને ખરતાં વાળ રોકે છે. ઓલિવ તેલને વાળમાં લગાવી માલિશ કરો. થોડાક દિવસ આ રીતે ઓલવ તેલથી માલિશ કરવાથી વાળની દરેક સમસ્યામાં રાહત મળશે.

બદામનું તેલ

વાળમાંથી ખોડોદૂર કરવા માટે બદામના તેલથી માલિશ કરવી જોઇએ. તે સિવાય બદામના તેલથી માલિશ કરવાથી બરછટ વાળથી પણ છૂટકારો મળે છે. બદામના તેલથી વાળ કાળા, લાંબા અને ચમકદાર બને છે.

તલનું તેલ

તલના તેલમાં પૂરતા પ્રમાણમાં વિટામીન ઇ,બી કોમ્પ્લેક્ષ, કેલ્શિયમ, મેગ્નેશ્યિમ, ફોસ્ફરસ અને પ્રોટીન રહેલા છે. તલનું તેલ વાળથી જોડાયેલી દરેક સમસ્યાનું સમાધાન છે. જે વાળને અંદરથી પોષણ આપીને મજબૂત બનાવે છે. તેમજ માથામાં ખોડાની સમસ્યા સહિત જુઓ દૂર કરવા માટે તલના તેલનો ઉપયોગ કરી શકો છો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment