છે કોઈ ચોકલેટ લવર ?તો ઉનાળામાં તમારા બાળકો માટે આ રીતે બનાવો ચોકલેટ આઈસ્ક્રીમ

ઘરમાં કોઈ ખાસ પ્રસંગની ઉજવણી હોઈ અને તેમાં ઘરે જ તૈયાર કરેલો ચોકલેટ ત્રફલ આઈસ્ક્રીમ હોય તો તેના જેવી ઉજવણી બીજી કઈ ગણાય?શાહી બનવા ઉપરાંત આ ચોકલેટ ત્રફલ આઈસ્ક્રીમ ડાર્ક ચોકલેટની ખુશ્બુ મોટાઓને પણ એટલી જ પસંદ પડશે .

સામગ્રી :

૧/૨ કપ ડાર્ક ચોકલેટ

૨ ટી-સ્પૂન કોર્નફલોર

૧ કપ દૂધ

૧/૪ કપ કેસ્ટર સુગર

૩/૪ કપ તાજું ક્રીમ

બનાવાની રીત:

૧. એક બાઉલમાં, 2 ચમચી ઠંડા પાણીને ઠંડા પાણી સાથે કોર્નફલોર ભેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો

૨. બીજી પહોળી નોનસ્ટિક પેનમાં,૨ ટેબલસ્પુન પાણી ઉકાળો. તેને તાપ પરથી દૂર કર્યા પછી તેમાં ડાર્ક ચોકલેટ મેળવી બરાબર મિક્ષ કરી લો અને સુવાળો સોસ બનાવી એક બાજુ રાખો.

૩. બીજી એક નોનસ્ટિક પેનમાં, ૨ થી ૩ મિનિટ સુધી દૂધ ગરમ કરો.

૪. તે પછી તેમાં કોર્નફલોરનું મિશ્રણ ને કેસ્ટર ખાંડ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપે સતત હલાવતા રહી ૨ મિનીટ સુધી રાંધી લો .

૫. દૂધને તાપ પરથી નીચે ઉતારી સંપુર્ણ ઠંડુ થવા માટે એક બાજુ રાખો.

૬. જ્યારે દૂધ સંપૂર્ણપણે ઠંડુ થાય ત્યારબાદ તાજી ક્રીમ અને પીગળાવેલી ચોકલેટનું મિશ્રણ મેળવી ગાઇન્ડરથી સારી રીતે મિક્સ કરી દો.

૭. આ ચોકલેટના મિશ્રણને છીછરા એલ્યુમિનિયમના કન્ટેનરમાં રેડવું, તેને એલ્યુમિનિયમ વરખથી કવર કરી રેફ્રિજરેટરમાં ૬ કલાક માટે રાખો અથવા અડધો સેટ થાય ત્યાં સુધી.

૮. ત્યારબાદ આ મિશ્રણને મિક્સરના જારમાં રેડવું અને તેને સુવાળું બનાવવું.

૯. હવે ફરીથી આ મિશ્રણને છીછરા એલ્યુમિનિયમ કન્ટેનરમાં રેડવું. તેને એલ્યુમિનિયમ વરખથી કવર કરી રેફ્રિજરેટરમાં લગભગ ૧૦ કલાક અથવા તો તે બરાબર જામી જાય ત્યાં સુધી રાખી મુકો

૧૦. પીરસવાના સમયે રેફ્રિજરેટરમાંથી ચોકલેટ ટ્રફલ આઇસ્ક્રીમ બહાર કાઢી ને ૨ થી ૩ મિનિટ રાખી મુક્યા પછી સ્કૂપ કરી તરત જ પીરસો

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment