ઘઉં ના ફાડા ની લાપસી જ નહી પણ તેની ખીચડી પણ સ્વાદિષ્ટ બને છે તો જદલી તેની રેસીપી જાણવા ક્લિક કરો

સામગ્રી :

– ૧/૨ કપ ઘઉં ના ફાડા

– ૧/૪ કપ મગ ની પીળી દાળ

– ૧ નાનો કાંદો

– ૧ ટમેટા

– 1 નાનું બટેટું

– ૬-૮ કળી લસણ

– 1 ઇંચ આદુ

– 1 ચમચી તેલ

– 1 ચમચી રાઈ ને જીરું

– 1 નંગ સૂકું મરચું

– 1/2 ચમચી હળદર

– 1 ચમચી મરચું પાવડર

– સ્વાદ મુજબ મીઠું

– ચપટી હિંગ

– 1/2 ગ્લાસ પાણી

– મીઠો લીમડો

રીત :

સૌ પ્રથમ ઘઉં ના ફાડા અને દાળ ને પલાળી રાખવી .જેથી કરી સિટી ઓછી વગાડી શકાય .કારણકે ઘઉં ના ફાડા ચડતા વાર લાગે છે.


હવે ખીચડી માં ઉમેરવાં ના બધા શાક જીણા સમારી લેવાં અને આદું ,મરચાં અને લસણ ની પેસ્ટ તૈયાર કરી લેવી .


હવે ,કુકર લઇ તેમાં તેલ નાખી ગરમ કરો અને તેમાં રાય ,જીરું અને સૂકું મરચું ઉમેરવું .હવે તેેંઅ ધાં સુધરેલા શાક ઉમેરી થોડી વાર સાંતળવા દઈ .તેમાં બધાં મસાલા કરી .1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરવું .આ પાણી ઉકળે એટલે ઘઉં ના ફાડા અને દાળ ઉમેરી .કુકર નું ઢાંકણું લગાવી .ફુલ ગેસ ઉપર 2 સિટી વગાડી .પછી 2-3 મિનિટ ધીમા ગેસ ઉપર વિસમવા દઈ .કુકર ઠરે પછી બોવેલ માં કાઢી દહીં સાથે સર્વ કરવું .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment