અઢળક પોષકતત્ત્વોથી ભરપૂર અખરોટ બાળકોને બુદ્ધિશાળી બનાવે છે વધુ જાણવા માટે અહિ ક્લિક કરો

દરેક સૂકોમેવો અઢળક પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. તેની અંદર કેટલાંય બાયોએક્ટિવ તત્ત્વ પણ હોય છે સૂકામેવાની માફક અખરોટ પણ ખૂબ જ ગુણકારી છે , તે બુદ્ધિ માટે તેમજ શરીરના સ્વાસ્થ માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે . તો ચાલો જાણી લઇએ

અખરોટ ફાઇબર , એન્ટિઓક્સિડેન્ટ અને અનસેચ્યુરેટેડ ફેટનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં અનેક બાયોએકિટવ તત્ત્વો હોય છે જેને કારણે રોજ એક અખરોટ ખાવાની સલાહ આપવામાં આવે છે.

અખરોટમાં કાર્બોહાઇડ્રેટ , પ્રોટીન , ફોસ્ફરસ , પોટેશિયમ , કાર્બન , ઝિંક , સેલેનિયમ , વિટામિન સી , કેલેરી , કેલ્શિયમ , વિટામિન ઇ અને વિટામિન બી 6 ભરપૂર પ્રમાણમાં હોય છે , જેથી તેનું સેવન કરવાથી શરીરને ભરપૂર ઊર્જા પ્રાપ્ત થાય છે. તે શરીરના થાકને દૂર કરીને સ્ફુર્તિલુ બનાવે છે.

નાનાં બાળકો માટે અખરોટ ખૂબ જ જરૂરી છે , કારણ કે તે મગજને શાર્પ બનાવે છે . તેમાં ઓમેગા ૩ ફેટી એસિડ હોય છે જે મગજની કોષિકાઓને કાર્યરત બનાવે છે , જેથી અખરોટના સેવનથી બુદ્ધિ સતેજ બને છે , જે નાનાં બાળકોને ભણતરમાં ખૂબ ઉપયોગી થાય છે.

હાડકાંની મજબૂતી માટે પણ અખરોટને શ્રેષ્ઠ માનવામાં આવે છે . અખરોટ ખાવાથી હાડકાંને ખનીજ પ્રાપ્ત થાય છે , તેનાથી મૂત્ર વાટે જે કેલ્શિયમ બહાર જાય છે તે બંધ થાય છે. આમ , કેલ્શિયમનો વ્યય રોકાય છે તેથી હાડકાંની મજબૂતી યથાવત રહે છે. વળી અખરોટમાં આલ્ફા લિનોલેનિક એસિડ નામનું મહત્ત્વપૂર્ણ ફેટી એસિડ હોય છે જે હાડકાને મજબૂત રાખવાનું કાર્ય કરે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment