સુરત ના ફેમસ એવા સ્વાદિષ્ટ અને ટેસ્ટી ટામેટા ના ભજીયા હવે તમે પણ ઘરે બનાવો

સામગ્રી:

  • 1,1/2 કપ બેસન
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી લાલ મરચું
  • ચપટી હિંગ
  • સ્વાદાનુસાર મીઠું
  • તળવા માટે તેલ

ચટણી માટે :

  • 1 કપ કોથમીર
  • 4 નંગ લીલા મરચા
  • 4 નંગ લસણની કળી
  • 1/ 2 ચમચી લીંબુનો રસ
  • 2 – ચમચી સેવં
  • મીઠું

બનાવાની રીત:

સૌપ્રથમ ટામેટાંને સાફ કરી લેવા . ત્યારબાદ ટામેટાં ની જાડી સ્લાઈડ કાપી લો . ત્યારબાદ ચટણી બનવા માટે લીલા મરચાં , લસણની કળી , સેવ , કોથમીર અને લીંબુનો રસ મિક્સરમાં પીસી લો . ત્યારબાદ કાપેલી સ્લાઇડ પર ચટણી લગાડી બધા ટામેટા તૈયાર કરવા .

ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ ચાળી લો . તેમા હળદર , લાલ મરચું , મીઠું , હિંગ અને પાણી ઉમેરી જાડુ ખીરુ તૈયાર કરવુ . હવે તૈયાર કરેલી ચટણી વાળી ટામેટાની સ્લાઈડ ને ખીરામાં બોળી ચમચી વડે ગરમ તેલમાં નાખી તળી લેવા . ભજીયાને ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તળી લેવા .તો તૈયાર છે ટામેટાના ભજીયાં.આ ભજીયા તમે ખજુર આમલી ની ચટણી સાથે ખાવાથી બહુ મજા આવે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment