સામગ્રી

1 1/4 કપ બાફેલ સ્વીટ કોર્ન

1/4 કપ બાફેલ અને ક્રશ સ્વીટ કોર્ન

1 કપ બારીક સમારેલા અને બાફેલા મિશ્ર શાકભાજી

4 ચમચી કોર્નફ્લોર

1 ટીસ્પૂન બટર

1 ટીસ્પૂન બારીક સમારેલ લસણ

1 1/2 ટીસ્પૂન બારીક સમારેલ આદુ

મરી પાઉડર સ્વાદાનુસાર

મીઠું સ્વાદાનુસાર

બનાવવાની રીત

સ્વીટ કોર્ન અને વેજીટેબલ સૂપ બનાવવા માટે, એક નાના બાઉલમાં કોર્નફ્લોર અને 1/4 કપ પાણી ભેગું કરો અને કોર્નફ્લોર સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો. બાજુ પર રાખો. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માખણને ગરમ કરો, તેમાં આદુ અને લસણ ઉમેરીને મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો. તેમાં સ્વીટ કોર્ન , પીસેલી સ્વીટ કોર્ન અને મિશ્રિત શાકભાજી ઉમેરીને સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ 1 મિનિટ સુધી સતત હલાવતા રહો. તેમાં 4 કપ પાણી , કોર્નફ્લોર – પાણીનું મિશ્રણ , મીઠું અને મરી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર બીજી 4 થી 5 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહો . સ્વીટ કોર્ન અને વેજીટેબલ સૂપને તરત જ ચીલી વિનેગર સાથે સર્વ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *