સામગ્રી

  • ૧ કપ સાબુદાણા ધોઇને નીતારી લીધેલા
  • ૨ ટેબલસ્પૂન તેલ
  • ૧ ટીસ્પૂન જીરૂ
  • ૧ ટીસ્પુન હળદર પાવડર
  • ૧ ટી સ્પુન લાલ મરચું પાવડર
  • ૩ /૪ કપ બાફીને છાલ કાઢેલ બટેટા ના કટકા
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ કપ શેકીને ભુક્કો કરેલ મગફળી
  • ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  • ૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચા
  • ૫-૬ લીમડાનાં પાન
  • ૨ ટીસ્પૂન લીંબુનો રસ
  • ૨ ટીસ્પૂન ખાંડ
  • ટોપરા નુ છીણ

બનાવાની રીત

  1. એક ઊંડા વાસણમાં સાબુદાણા સાથે ૩/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી સાબુદાણાને ૨ કલાક બાજુ પર રાખો.
  2. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
  3. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં બટાટા, સાબુદાણા, મીઠું, મગફળી, કોથમીર, લીલા મરચાં, કડીપત્તા, લીંબુનો રસ અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
  4. ગરમ-ગરમ પીરસો.

આ પણ વાંચો

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *