ચાના ડાઘ દુર કરવા : ઊકળતા પાણીમાં થોડો ચોક નાખીને તેનાથી કપડાં ધોવાથી ચાના તેમજ બીજા ડાઘ જતા રહે છે .

બૂટ – ચંપલની પોલિશ :બૂટ – ચંપલને સવારે પૉલિશ કરવા કરતાં એને રાતે જ પૉલિશ લગાડીને રહેવા દો . પછી સવારે પૉલિશ કરવાથી બૂટ – ચંપલ વધુ ટકાઉ અને ચમકદાર બને છે .

તેલના ડાઘા દૂર કરવા: ચોપડી કે કાગળ ઉપર તેલનો ડાઘ પડ્યો હોય તો તેની ઉપર તથા નીચે ચોકની ભૂકી ભભરાવવી , તેના પર ફરી એક કાગળ મૂકી તેના પર ગરમ ઈસ્ત્રી ફેરવવી . તેનાથી ડાઘ ચુસાઈ જશે .

ખંજવાળ મટાડવા: આખા શરીરે ખંજવાળ આવતી હોય તો સરસિયાના તેલની માલિશ કરવાથી ખંજવાળ શાંત થઈ જાય છે .

બ્રશ-કાંસકો સાફ કરવા:બ્રશ અને કાંસકાને સાફ કરવા માટે એમોનિયાનાં બે – ચાર ટીપાં પાણીમાં નાખીને એ પાણીથી બ્રશ અને કાંસકો ધોવો .

રંગના ડાઘ : રૂમમાં રંગ કરાવતા પહેલાં જમીન પર કેરોસીનનું પોતું કરી નાખવાથી રંગ કરતા પડેલા રંગના ડાઘ સહેલાઈથી નીકળી જાય છે .

લિપસ્ટિકની ડાઘા દૂર કરવા: સુતરાઉ કે ઊનનાં કપડાં પર પડેલા લિપસ્ટિકના ડાઘ દૂર કરવા માટે પહેલાં ગ્લિસરીન કે વેસેલિન લગાવીને એ ડાઘ ઝાંખો પાડો અને પછી ધોઈ નાખો .

કાચ સાફ કરવા :ગરમ પાણીમાં કેરોસીન નાખી કાચ સાફ કરવાથી કાચ સ્વચ્છ અને ચમકદાર બની જાય છે .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *