બાળકોને પાલક ,મૂળા નથી ભાવતા તો આ રીતે બનાવી આપો તેને પરોઠા

મૂળા પાલકના પરોઠા ના લોટ માટે
૧ કપ ઝીણી કાપેલ પાલક
૩/૪ કપ મેંદો
૩/૪ કપ ઘઉં નો લોટ
૧/૨ ટીસ્પૂન લીંબુ રસ
૧ ટેબલસ્પૂન ઘી
મીઠું સ્વાદ મુજબ

મૂળા પાલકના પરોઠા ના પૂરણ માટે
૨ કપ ખમણેલા મૂળા
મીઠું સ્વાદ મુજબ
૧/૪ કપ ઝીણી કાપેલી કોથમીર
૧ થી ૧/૨ ટેબલસ્પૂન ઝીણા કાપેલા લીલા મરચા

બીજી જરૂરી વસ્તુઓ

તેલ રાંધવા માટે

ઘઉંનો લોટ વણવા માટે

મૂળા પાલકના પરોઠા ના કણિક માટે

  1. પાલક, લીંબુ રસ અને ૧ ટેબલસ્પૂન પાણી ભેગા કરી મિક્સરમાં સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
  2. આ પેસ્ટને એક વાટકામાં કાઢી, તેમાં બાકી ની બધી સામગ્રી મેળવી, તેમાં જરૂરી પાણી ઉમેરી બહુ નરમ નહીં, બહુ કઠણ નહીં એવો લોટ બાંધી ને તૈયાર કરી લો. તેને ઢાંકીને ૧૦ મિનિટ માટે સાઈડ પર રાખો.

મૂળા પાલકના પરોઠા ના પૂરણ માટે

  1. મૂળા ઉપર થોડું મીઠું છાંટી ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુમાં રાખો. તે પછી તેમાંથી પાણી નીચોવીને કાઢી નાખો.
  2. તેમાં કોથમીર અને લીલા મરચાં ભેળવી સારી રીતે હલાવી લો.
  3. આ પૂરણના ૮ સરખા ભાગ પાડી ને રાખો.

બનવાની રીત:

  1. બાંધેલા લોટ ના સરખા ભાગ પાડી દરેક ભાગને ગોળ આકારમાં થોડા ઘઉંના લોટની મદદથી વણી લો.
  2. આ રોટીને એક નૉન-સ્ટીક લોઢી પર હળવા તાપે શેકીને બાજુ પર રાખો.
  3. પીરસતા પહેલા, એક અર્ધ-શેકેલી રોટીને સપાટ સૂકી જગ્યા પર રાખી, પૂરણનો એક ભાગ રોટીના અર્ધા ભાગ પર પાથરી, રોટીને વાળીને અર્ધ ગોળાકાર બનાવી લો.
  4. એક નૉન-સ્ટીક લોઢી ને ગરમ કરી, થોડા તેલ થી પરોઠાની બન્ને બાજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સૂધી શેકી લો.
  5. આ રીત બાકીના પરોઠા પણ તૈયાર કરી લો.અને શેકી લો .
  6. તરત જ ગરમા ગરમ પીરસો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment