સામગ્રી

1 કપ ચોખાના પૌઆ

1/2 કપ બાફેલા અને છૂંદેલા બટાકા

2 ચમચી બારીક સમારેલી કોથમીર

1 ટીસ્પૂન લીલા મરચા ,આદુ અને લસણની પેસ્ટ

1 ટીસ્પૂન મરચું પાવડર

1/2 ટીસ્પૂન ખાંડ

1/2 ટીસ્પૂન લીંબુનો રસ

1/2 ટીસ્પૂન જીરું

મીઠું સ્વાદાનુસાર

બનાવવાની રીત

પૌઆ પકોડા માટે ચોખાના પૌઆને પૂરતા પાણીમાં ચાળણીમાં સાફ કરીને ધોઈ લો. પૌઆને એક ઊંડા બાઉલમાં નાખો , તેમાં બીજી બધી સામગ્રી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. મિશ્રણને સરખા સમાન ભાગોમાં વહેંચો. દરેક ભાગને એક નાના બોલ જેવા બનાવી લો. એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને એક સમયે થોડા પૌઆ પકોડાને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરો. પોહા પકોડાને તરત જ લીલી ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *