સામગ્રી

  • 1 કપ ઢોસા બેટર
  • 6 ચમચી પીઝા સોસ
  • 1 1/2 ટીસ્પૂન તેલ ગ્રીસ કરવા માટે
  • 1/2 કપ પાતળી કાતરી ડુંગળી
  • 1/2 કપ પાતળી કાતરી કેપ્સિકમ
  • 6 ચમચી છીણેલું મોઝેરેલા ચીઝ

રીત:

ઉત્તપમ પિઝા બનાવવા માટે, એક નોન-સ્ટીક તવો ગરમ કરો અને તેને ½ ચમચી તેલનો ઉપયોગ કરીને ગ્રીસ કરો. એક ચમચો ઢોસાનુ બેટર લઇ તવામાં નાખો અને ગોળ ગતિમાં ફેલાવો. ઉત્તપમને બંને બાજુઓથી આછો ભુરો રંગ થાય ત્યાં સુધી પકાવો. ઉત્તપમ પર 2 ચમચી પીત્ઝા સોસ મૂકો અને તેને સમાનરૂપે ફેલાવો. થોડી ડુંગળી અને કેપ્સિકમ સમાનરૂપે તેના પર મુકો છેલ્લે તેના પર 2 ચમચી ચીઝ સરખી રીતે છંટકાવ કરો. નોન-સ્ટીક તવો ગરમ કરો, તેના પર ઉત્તપમ પીઝા મૂકો, ઢાંકણથી ઢાકી દો અને ધીમા તાપે 3 મિનિટ સુધી અથવા ચીઝ ઓગળે ત્યાં સુધી સેકી લો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *