મહિલાઓને ભાવતી પાણીપુરી ઘરે બનાવવાની રીત
દરેક મહિલાઓને બજારની પાણીપુરી ખુબ ભાવતી હોય છે જો આ રીતથી પાણી પુરીનું પાણી બનાવશો તો બજાર જેવો જ ટેસ્ટ આવશે તો રેસીપી નોંધી લો
પાણીપુરી બનાવવાની રીત | pani puri recipe in gujarati | pani puri bnavvai rit
પાણીપુરી બનાવવા માટે જરૂરી સામગ્રી:
- 1 પેકેટ પાણી પૂરી ની પૂરી
- તીખાં પાણી માટે જોઈશે
- 2 ગ્લાસ પાણી
- ટુકડો આદુ ખમણીને
- 30 પાન ફુદીનો
- 2 ચમચા કોથમીર
- 1 નંગ તીખું મરચું
- થોડું સંચળ
- 1/2 લીંબુ નો રસ
- મસાલા માટે
- 2 નંગ બાફેલા બટાકા
- લસણ ચટણી
- મીઠું સ્વાદાનુસાર
- ડુંગળી સમારેલી
- કોથમીર સમારેલી
- ઝીણી સેવ
પાણીપુરી બનાવવાની રીત | pani puri recipe in gujarati | pani puri bnavvai rit
- સૌ પ્રથમ તો પાણી માટે ની પાણી સિવાય ની બધી વસ્તુઓ મિક્સર જારમાં લઈ ક્રશ કરવી જરૂર પડ્યે તેમાં થોડું પાણી નાખી ને ક્રશ કરી બાકી ના પાણી માં આ પાણી ઉમેરી મિક્સ કરો. જરૂર પડ્યે તેમાં મીઠું ઉમેરવું. રેડી છે તીખું પાણી
- સ્ટેપ2બાફેલા બટાકા ને છૂંદી તેમાં લસણ ચટણી અને જરૂર મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લો.સેવ અને ડુંગળી તૈયાર કરી લો
- હવે પાણી પૂરી ની પૂરી માં કાણાં પાડી તેમાં બટાકા નો મસાલો ડુંગળી અને સેવ અને કોથમીર ઉમેરવી…ત્યાર બાદ આ પૂરી સાથે તીખું પાણી સર્વ કરો.અને મસ્ત મસ્ત તીખી પાણી પૂરી ની મજા લો.
Thank you for reading this post, don't forget to subscribe!