સામગ્રી : –

4 નંગ ટામેટા સમારેલા 3 નંગ ડુંગળી સમારેલી , 1 ટુકડો આદુ, 2 નંગ લીલાં મરચાં ,લસણ 5-6 થી કરી, 2 નંગ તમાલ પત્ર, 3 નંગ ઈલાયચી ,3 નંગ લવીંગ ,6 નંગ કાળા મરી ,મીઠું સ્વાદાનુસાર, લાલ મરચું પાઉડર,ગરમ મસાલા, 250 ગ્રામ પનીર ના ટુકડા ,100 ગ્રામ ખમણેલું પનીર ,કસ્તુરી મેથી, જીરૂ , 5 થી 6 કાજુ ના ટુકડા , 1 નંગ કોલસો ,ધાણા જીરું પાવડર ,1 નંગ સમારેલું કેપ્સીકમ ,સમારેલી કોથમીર

બનાવવાની રીત

સૌ પ્રથમ પેન માં 1 ચમચી તેલ મૂકી તેમાં જીરૂ , તજ , તમાલ પત્ર , ઈલાયચી , લવીંગ , કાળા મરી , સૂકું લાલ મરચું , સમારેલા ટામેટા , ડુંગળી , આદુ મરચા , લસણ , કાજુના ટુકડા ઉમેરીપ થી ૧૦ મિનિટ સુધી સેકી લેવુ – ઠડું પડ્યા પછી તેને પેસ્ટ બનાવી દેવી . બીજા પેન માં 2 થી 3 ચમચી તેલ જીરું , અડધી ચમચી હળદર , લાલ મરચું પાવડર , ધાણા જીરું પાવડર અને બનાવેલી પેસ્ટ એડ કરવી . પછી તેમાં કસ્તુરી મેથી ઉમેરવી . બધું બરાબર સાતડી લેવુ. તેમાં કેપ્સિકમ સમારેલું ઉમેરવું અને બરાબર ચડવા દેવું . એક બાજુ કોલસા ને ગરમ કરવું . ગ્રેવી માં નવશેકું ગરમ પાણી ઉમેરી 5 મિનિટ સુધી ચડવા દેવું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું , કિચન કિંગ મસાલા અને સમારેલી કોથમીર ઉમેરવી . ત્યાર બાદ પનીરના ટુકડા મિકસ કરવા અને છેલ્લે ખમણેલું પનીર ઉમેરી તેને 5 મિનિટ ચડવા દેવું . ત્યાર બાદ વચ્ચે વાટકામાં ગરમ કરેલો કોલસો મૂકી તેમાં હિંગ નાખવી અને ઘી રેડવું અને ઢાંકી દેવું . તો તૈયાર છે તમારું પનીર અંગારા .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *