કાઠિયાવાડમાં આખી ડુંગળીનું શાક ખૂબ ફેમસ છે. આખી ડુંગળીનું શાક ખાવાની બહુ મજા આવે છે. આ શાક તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આમ, તમે આ રીતે આખી ડુંગળીનું શાક બનાવશો તો ટેસ્ટમાં મસ્ત બનશે અને સાથે રેસ્ટોરન્ટ જેવું ચટાકેદાર બનશે. આખી ડુંગળીનું શાક બનાવવા માટે તમે બજારમાંથી બને ત્યાં સુધી નાની લાવો અને પછી શાક બનાવો. ડુંગળીના કટકા કરીને શાક બનાવશો તો ખાવાની મજા આવે નહીં. આ માટે બને ત્યાં સુધી ડુંગળી આખી લો. ઉનાળામાં જ્યારે સાંજે જમવામાં શું બનાવવું એ પ્રશ્ન થાય ત્યારે આ રીતે ઘરે જ બનાવો આખી ડુંગળીનું શાક. મજા જ પડી જશે…
આખી ડુંગળીનું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી: | AKHI DUNGRI NU SHAK | ONION SUBJI
- ૮-૧૦ નાની ડુંગળી
- ૧ ટામેટું
- ૧ લીલું મરચું
- ૧ ઈંચ આદુનો ટુકડો
- ૨ ટેબલસ્પૂન શીંગનો ભૂકો
- ૨ ટેબલસ્પૂન ગાંઠિયા (ક્રશ કરીને)
- ૧ ટીસ્પૂન જીંજર-ગાર્લિક પેસ્ટ
- ૧ ટીસ્પૂન ખાંડ
- ૨ ટેબલસ્પૂન તેલ
- ૧ ટીસ્પૂન રાઈ-જીરું
- ૧ ચપટી હીંગ
- ૧ ટીસ્પૂન ધાણાજીરું
- ૧/૪ ટીસ્પૂન હળદર
- મીઠું સ્વાદાનુસાર
- પાણી જરૂર મુજબ
- ગાર્નિશ: કોથમીર
આખી ડુંગળીનું શાક બનાવવા માટેની રેસીપી:
સૌ પ્રથમ ડુંગળીની છાલ કાઢી઼ ઉભા ર કાપા કરો. ગાંઠિયા ને મિક્સરમાં ક્રશ કરી લો. ટામેટું, આદુ અને મરચાની પ્યુરી કરી લો. બધા મસાલા કાઢી તૈયાર કરી લો. હવે બધો મસાલા માં થોડું તેલ નાંખી મસાલો મિક્સ કરો. આ મસાલો દરેક ડુંગળીમાં બરાબર ભરો. જરૂર મુજબ પાણી નાંખી ૫ મિનિટ ઢાંકણ ઢાંકી ને ચડવા દો. હવે તમે ઢાંકણ કાઢી જોશો તો આપણું આખી ડુંગળી નું શાક ચડી ગયું છે અને તેલ પણ છુટું પડી ગયું છે. તો કોથમીર થી ગાર્નિશ કરી ગરમાગરમ શાક ને રોટલી, ભાખરી કે ખીચડી સાથે સર્વ કરો. ખાવાની ખુબ મજા આવી જશે
Thank you for reading this post, don't forget to subscribe!