સામગ્રી

  • વાટકી મેંદો
  • ૧/૨ ચમચી અજમો
  • ૧/૨ ચમચી મીઠું
  • ૩ ચમચી તેલ
  • સ્ટફિંગ માટે
  • ૨ વાટકી ચણાનો લોટ
  • ૧/૨ ચમચી મીઠું
  • ૫ મોટી ડુંગળી
  • ૫ ચમચી તેલ
  • ૩ ચમચી દાબેલી મસાલો
  • ૨ ચમચી લાલ મરચું
  • ૨ ચમચી ધાણાજીરૂ
  • ૧ ચમચી હળદર
  • ૨ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી ખાંડ
  • ૨ ચમચી લીંબુનો રસ
  • તેલ તળવા માટે
  • સર્વ કરવા
  • ગાંઠીયા અને સીંગ ની ચટણી
  • આંબલી ની ચટણી

બનાવવાની રીત

  • સૌપ્રથમ એક વાસણ માં મેંદો લઈ તેમાં મીઠું, અજમો અને તેલ નાખી કઠણ લોટ બાંધો અને ઢાંકીને ૧૦ મિનિટ સુધી રહેવા દો.
  • હવે એક થાળીમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું અને મોણ નાખી જરૂર મુજબ પાણી ઉમેરવું અને લોટ બાંધી લો.ત્યા સુધી તેલ ગરમ કરો.
  • ગરમ તેલમાં ધીમા તાપે બધા મૂઠિયાં તળી લો.હવે એકદમ ઠંડા કરી હાથે થી ટુકડા કરી લો.
  • હવે મિક્સર માં ક્રશ કરી ચારી લો.
  • હવે ડુંગળી ને એકદમ ઝીણી ચોપ કરી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હીંગ નાખી ડુંગળી ઉમેરીને બરાબર હલાવો.
  • ડુંગળી થોડી સંતળાઈ જાય પછી તેમાં ઉપર જણાવેલ બધા સુકાં મસાલા અને દાબેલી નો મસાલો નાખી બરાબર હલાવી લો.ખાંડ અને લીંબુનો રસ નાખીને હલાવી લો.
  • હવે તેમાં તૈયાર કરેલું ચણા ના લોટ નું ચૂરો ઉમેરો અને બરાબર મિક્સ કરો.હવે આ સ્ટફિંગ ને ઠંડું કરવા માટે મૂકી દો.
  • હવે લોટ માંથી લુવા લઈને નાની રોટલી વણી લો.વચ્ચે થી કાપી લો.સમોસા વાળી લો.સ્ટફિગ ભરી વાળી લો.
  • એજ રીતે બધા સમોસા તૈયાર કરી લો.તેલ ગરમ કરો તેમાં ધીમે તાપે તળી લો.
  • તૈયાર સમોસા ને કેચપ અથવા ચટણી સાથે સર્વ કરો .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *