સામગ્રી
150 ગ્રામ – મગની દાળ
150 ગ્રામ – બાફેલા બટાકા
2 ચમચી આદુ-લસણ-લીલા મરચાની પેસ્ટ
1 ચમચી – જીરું પાવડર
ચપટી આમચૂર પાવડર
ચપટી ગરમ મસાલો
કોથમીર
સ્વાદ અનુસાર મીઠું
તેલ તળવા માટે
બનાવવાની રીત
સ્વાદિષ્ટ મગ દાળ ટિક્કી બનાવવા માટે સૌપ્રથમ દાળને સારી રીતે સાફ કરો અને તેને પલાળી રાખો.આ ઉપરાંત બટાકાની છાલ ઉતારીને તેને સારી રીતે ધોઈ લો અને બાફવા માટે રાખો.બટાકા બફાઈ એટલે બટાકાને મેશ કરી લો. પછી દાળને પણ પીસી લો.હવે એક બાઉલમાં મેશ કરેલા બટાકા, મગની દાળ, લસણ-આદુ-લીલા મરચાની પેસ્ટ,કોથમીર, ગરમ મસાલો, આમચૂર, મીઠું વગેરે નાખો.હવે આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરો અને પછી આ મિશ્રણની ટિક્કી બનાવો.તેને લો.હવે એક પેનમાં તેલ ગરમ કરો. અને ટિક્કીને બ્રાઉન થાય ત્યાં સુધી સારી રીતે ફ્રાય કરો.હવે તેને પ્લેટમાં કાઢીને લીલા ધાણા, ફુદીનાની ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.
Thank you for reading this post, don't forget to subscribe!