આખો દિવસ કામ કર્યા બાદ વ્યક્તિ રાત્રે આરામ કરે , જેથી આગલા દિવસે વધુ એનર્જી સાથે ફરી કામ કરી શકે. પણ આ ભાગદોડ ભરી જીંદગીમાં ન તો દિવસે શાંતિ મળે છે કે ન તો રાત્રે આરામ.
એવામાં જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે પણ તમારો મૂડ ઓફ હોય છે અને થાકનો અનુભવ થાય છે. પણ થાય શું હવે, કામ તો કરવું જ પડે. એટલે ફરી તમે કામમાં લાગી જાવ છો . પણ તમને જણાવી દઈએ કે આવું કરવું બરાબર નથી કારણ કે એનાથી તમને સ્વાસ્થ્ય સંબંધી ઘણી તકલીફો થઈ શકે છે . તેથી જેટલું બને એટલું વહેલા આ સમસ્યાથી છુટકારો મેળવી લેવો જોઈએ.તો ચાલો જાણીએ કંઈક નવુ.
ઉંઘ પુરી કરો :
સ્વસ્થ રહેવા માટે દરરોજ રાત્રે ઓછામાં ઓછી 6 થી 8 કલાક ઉંઘ લેવી જોઇએ, ઓછી ઉંઘ લેવાથી સ્વાભાવિક રીતે તમને થાકનો અનુભવ થશે અને સાથે જ એની અસર તમારા આરોગ્ય પર પણ થશે. જેથી રાત્રે વહેલા સુવાની ટેવ પાડો. સુવાનો અને જાગવાનો એક સમય નક્કી કરો. જેનાથી તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશે અને સવારે તમે એકદમ ફ્રેશ થઈને ઉઠશો.
સવારમાં સ્નાન કરો :
સમયસર સુવાની અને જાગવાની સાથો સાથ સ્વસ્થ રહેવા માટે સવારમાં જ સ્નાન કરી લેવું જોઈએ. હકિકતમાં સવારના સમયે ઠંડા પાણીથી સ્નાન કરવાથી બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત કામ કરે છે અને તેનાથી તમને નવી એનર્જી મળે છે અને થાક દુર કરે છે. જે ચેતાતંત્ર માટે પણ ફાયદાકારક છે. જેનાથી તમારો આખો દિવસ તાજગી ભર્યો રહેશે.
કસરત કરો :
સ્વસ્થ અને શક્તિશાળી રહેવા માટે કસરત પણ જરૂરી છે. જો તમે જીમમાં ન જાવ તો સવારે ઉઠીને ચાલવા માટે જાવ અથવા ઘરમાં જ થોડી કસરત કરી લો. જેનાથી તમારૂ બ્લડ સર્ક્યુલેશન સારૂ રહશે અને તમને સ્ફુર્તિનો અનુભવ થશે.
સવારની ચા :
સવારમાં એક કપ ગરમ ચા તમારા માટે એનર્જી ડ્રિન્કનું કામ કરે છે. ઍનાથી તમે તાજગી અનુભવશો. ચા સવારનો થાક દુર કરવા માટેનો સૌથી સારો ઉપાય છે. વળી, ચા આદુ અને તુલસીવાળી હોય તો વધુ સારું , તુલસીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરની ઉર્જાને વધારે છે. આ સિવાય મુડમાં આવવા માટે તમને કોફી ગમે તો એ પણ બેસ્ટ વિકલ્પ છે.
જ્યુસનું સેવન :
સવારે ઉઠીને ફ્રેશ જ્યુસનું સેવન કરવાથી શરીરમાં તાજગી રહે છે અને થાક પણ લાગતો નથી. જેમ કે દ્રાક્ષનો રસ પીવાથી શક્તિ મળે છે અને થાક દૂર થાય છે. લીંબુ પાણી પીવાથી પણ શરીરમાં સ્ફૂર્તિનો રહે છે. એમાં રહેલ વિટામિન-સી અને સાઈટ્રિક એસિડ શરીરનો થાક દૂર કરે છે. સંતરા અને મોસંબીનું જ્યુસ પણ ખૂબ જ ફાયદાકારક છે.
સવારનો નાસ્તો :
સવારનો નાસ્તો આપણા માટે ઘણો જરૂરી છે. સવારમાં સંતુલિત અને સ્વાદિષ્ટ નાસ્તો ખાવાથી આપણો આખો દિવસ સારો જાય છે. આ માટે તમારા નાસ્તામાં પૌષ્ટિક વસ્તુઓની સાથોસાથ ફળ ખાવા અને દૂધનું પણ સેવન કરો.
Thank you for reading this post, don't forget to subscribe!