આ રીતે ઘરે બનાવો નાના મોટા બધા ને ભાવે તેવી મીઠી બુંદી

મીઠી ગુંદી બનાવાની સામગ્રી :

ચાસણી માટે

૧ કપ ખાંડ

૨ ચપટીભર કેસર ૨ ચમચી પાણીમાં ઓગાળેલ

બુંદી માટે

૧ કપ ચણાનો લોટ

ઘી તળવા માટે

સજાવવા માટે

એલચી પાવડર

કાજુ અને પીસ્તા ની થોડી કાતરી

બનાવાની રીત :

ચાસણી માટે :એક નોન સ્ટીક પેનમાં એક કપ પાણી સાથે ખાંડ ભેળવી સારી રીતે મિક્સ કરી ઉચા તાપ પર ૫ થી ૭ મિનીટ સુધી ઉકાળી અને ૧ તાર ચાસણી તૈયાર થાય ત્યાં સુધી હલાવતા રહો.પછી તેમાં કેસર વાળું પાણી મિક્સ કરી બાજુમાં રાખી દો.

ગુંદી ની રીત :એક મોટા વાસણમાં ૧/૨ કપ પાણીમાં ચણાનો લોટ મિક્સ કરીને લોટ તૈયાર કરો.

એક કઢાઈ માં ઘી ગરમ કરી તેમાં ૩ થી ૪ ટેબલ સ્પુન ખીરું લઇ બુંદી ના જારા પર મુકો જેથી બુંદી ગરમ ઘી માં પડે.

આ બુંદી ને ધીમા તાપ વડે તળી ને પછી બહાર કાઢી ખાંડ ની ચાસણી માં નાખી સારી રીતે મિક્સ કરો

ત્યારબાદ એલચી પાવડર અને કાજુ પિસ્તાની કતરી થી સજાવો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment