સામગ્રી

10-12 મોટી મરચાં

જરૂરિયાત મુજબ તેલ

1 ચમચી ધાણા

1 ચમચી જીરું

1/4 ટી.સ્પૂન હીંગ

2 ચમચી લાલ મરચું પાવડર

સ્વાદ પ્રમાણે મીઠું

2 ચમચી કાળા મરી પાવડર

3-4 બાફેલ અને છૂંદેલા બટાકા

1/2 કપ ખમણેલુ ચીઝ

2 કપ અડદનો લોટ

બનાવવાની રીત

પહેલા મરચામાં વચે કાપા કરી નાખો અને તેના બી કાઢી લો.

હવે ધાણા અને જીરું નોન સ્ટીક પેનમાં સેકી લો.

1/2 ચમચી હળદર પાવડર, હીંગ, થોડું લાલ મરચું પાવડર, થોડું મરીનો પાઉડર વગેરે મિક્સ કરો અને 30 સેકંડ માટે ફ્રાય કરો. આ પછી, બટાકા નાંખો અને 2 મિનિટ માટે પકાવો.

હવે ગેસ બંધ કરો અને તેમાં ચીઝ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.હવે આ બટાકાની અને ચીઝના મિશ્રણથી મરચું ભરી લો.

હવે એક વાટકીમાં અડદની દાળના સુંવાળો લોટ બનાવી લો અને તેમાં લાલ મરચું પાવડર, કાળા મરી પાવડર, હળદર પાવડર વગેરે નાખો અને મરચામાં પડ ચડે એટલુ ઢીલી રાખવુ.

ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો અને મરચાને લોટમાં બોળીને તળી લો. તેમને સોનેરી બદામી રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરો અને ચટણી સાથે પીરસો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *