મેથી મકાઈના ઢેબરા બનાવવા માટેની રેસિપી વાંચો અને શેર કરો

દરેક બાળકોને દરરોજ અલગ અલગ નાસ્તો ખાવાનું મન થતું હોય છે તો આજે બનાવો બાળકોને મનપસંદ રેસિપી મેથી મકાઈના ઢેબરા

મેથી મકાઈના ઢેબરા બનાવવા માટે રેસિપી નોંધી લો

સામગ્રી:

 • ૧ કપ ઝીણી સમારેલી મેથી,
 • ૧ કપ મકાઈનો લોટ,
 • ૧/૪ કપ બાજરીનો લોટ,
 • ૧/૪ કપ ઘઉંનો લોટ,
 • ૧/૪ કપ રવો,
 • ૧/૪ કપ જુવારનો લોટ,
 • ૧/૪ ટી સ્પૂન હળદર,
 • ૧ ૧/૨ ટી સ્પૂન તલ,
 • ૨ ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ,
 • ૧/૨ ટીસ્પૂન આદુની પેસ્ટ,
 • ૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ,
 • ૧ ટેબલસ્પૂન સાકર,
 • ૧/૪ ટીસ્પૂન હીંગ,
 • ૨ ટેબલસ્પૂન દહીં,
 • ૧ ટેબલસ્પૂન તેલ, મીઠું સ્વાદાનુસાર,
 • તળવા માટે તેલ..

મેથી મકાઈના ઢેબરા બનાવવાની રીતઃ

એર ઉંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરો. આ કણિકના ૩૦ સરખા ભાગ પાડી લો. દરેક ભાગને તમારી હથેળીમાં લઈ ધીમે ઘીમે હાથ વડે થાબડતા ૧ સે.મી.

જાડાઈના અને ૫૦ મી.મી. વ્યાસના ગોળાકાર ઢેબરા તૈયાર કરો. એક ઉંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં એક સાથે થોડા-થોડા ઢેબરા નાખીને મધ્યમ તાપ પર તેને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી સુકા થવા દો. આમ તમે એક સાથે ૬ થી ૭ ઢેબરા તળી શકશો. તરત જ પીરસો અથવા સંપૂર્ણ ઠંડા પાડીને હવાબંધ બરણીમાં ભરી ૨ દિવસની અંદર તેનો ઉપયોગ કરો.

આ પણ વાંચો

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment