ગરમીમાં આ રીતે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ મેંગો લસ્સી રેસીપી જાણવા માટે અહી ક્લિક કરો

સામગ્રી

  • 1 કપ કેરીના કટકા
  • 1/2 કપ જાડા દહીં
  • 3/4 કપ પાણી
  • 1 ચમચી દૂધ
  • 2 ચમચી ખાંડ અથવા જરૂર મુજબ
  • 8-10 સેર કેસર
  • એલચી પાવડરનો મોટો ચપટી
  • થોડા આઇસ ક્યુબ્સ
  • બદામ અને પિસ્તા કતરી

બનાવાની રીત

એક ચમચી ગરમ દૂધમાં કેસરને 5 મિનિટ સુધી પલાળો અને તેને સારી રીતે ક્રશ કરો.

એક વાસણમાં દહીં, કેરી, કેસરનું દૂધ, એલચી પાવડર અને ખાંડ લો અને તેને બરાબર બ્લેન્ડર કરી ને સ્મૂથ મિશ્રણ તૈયાર કરો.

ત્પાયારબાદ પાણી અને બરફના ક્યુબ્સ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

લસ્સીને કાચ ના ગ્લાસમાં રેડો અને બદામ અને પિસ્તાથી સુશોભન કરો અને સર્વ કરો

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment