સામગ્રી
- ચણાની દાળ
- બેસન
- દહીં
- હળદર
- હીંગ
- જીણું સમારેલું આદુ
- આદુ-લીલા મરચાની પેસ્ટ
- સીંગતેલ
- બેકીંગ સોડા
- જીણી સમારેલી કોથમીર
- જીણી સેવ
- કોથમીરની લીલી ચટની
- જીણી સમારેલી ડુંગળી
- લાલ મરચુ પાઉડર
- સંચળ પાઉડર
- શેકેલા જીરાનો પાઉડર
સુરતી લોચો બનાવવાની રીત
સુરતી લોચો બનાવવા માટે સૌથી પહેલા ચણાની દાળ લઈ તેને 2-3 પાણી વડે ધોઈ લેવી. અને તેને 5-6 કલાક પલાળી રાખવી.
પછી ચણાની દાળ બરાબર પલળી જાય એટલે તેને મિક્સરના જારમાં લઈ અધકચરી વાટી લેવી.
ત્યાર બાદ તેને મિક્સરના જારમાં જ રાખી તેમાં ચણાનો લોટ નાખવો. દહીં એડ કરવું, હવે તેને મિક્સરમાં જ મિક્સ કરી લેવું, આ બધી વસ્તુ અધકચરી જ રાખવી.
એ પછી તેને 5-6 કલાક આથો લાવવા માટે ઢાંકીને મુકી દેવું. 5-6 કલાક બાદ બરાબર આથો આવી ગયો હશે ત્યારે તેમાં હળદર, હીંગ, જીણું સમારેલું આદુ, લીલામરચા અને આદુની પેસ્ટ એડ કરી ખીરાને બરાબર 2-3 મીનીટ માટે ફેંટી લેવું.પછી તેમાં સીંગતેલ લેવું અને થોડા પ્રમાણમાં બેકીંગ સોડા ઉમેરી તેને બરાબર ફેંટી લેવું.
ત્યાર પછી સ્ટીમરને ગેસ પર મુકી તેને ગરમ થવા મુકી દેવું. આ માટે તમે ઢોકળાનું કુકર પણ વાપરી શકો છો.ઢોકળાની જેમ જ ઢોકળાની ડીશમાં તેલ લગાવી તેમાં ખીરુ રેડી દેવું. અને ઢોકળીયામાં સ્ટીમ કરવા માટે મુકી દેવું. તેના પર લાલ મરચુ પાવડર છાંટી દેવું. પછી તેને 10-12 મીનીટ માટે સ્ટીમ થવા દેવું.
પછી જ્યાં સુધી આ લોચો બફાઈ ત્યાં સુધીમાં લોચાનો મસાલો તૈયાર કરી લેવો. મસાલો બનાવવા માટે લાલ મરચુ પાવડર, સંચળ, શેકેલા જીરાનો પાવડર વગેરે સામગ્રીને બરાબર મિક્ષ કરી લેવી. આ તૈયાર છે લોચાનો મસાલો. તેને થોડીવાર માટે સાઈડ પર મુકી દેવો.
પછી થાળીમાંથી થોડો બફાયેલા લોચાને એક ડીશમાં સર્વ કરવા માટે કાઢવો, તેના પર બટર રેડવું, તેના પર જીણી સમારેલી ડુંગળી ભભરાવવી, સેવ નાખવી અને થોડી લીલી કોથમીર ભભરાવવી અને છેલ્લે તેના પર લોચા મસાલો ભભરાવવો.
હવે બનીને તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને સૂરતી લોચો. સૂરતી લોચાને તમે એક્સ્ટ્રા સેવ, ડુંગળી અને કોથમીરની લીલી ચટની સાથે સર્વ કરી શકો છો. આ લોચા ને તમે મહેમાન ને પણ બનાવીને ખવડાવી શકો છો
Thank you for reading this post, don't forget to subscribe!