લેમન કોરિએન્ડર સુપ:શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હેલ્થી અને ટેસ્ટી આ સૂપ તમે પણ જરૂર ટ્રાય કરજો

સામગ્રી

  • 2 ચમચી માખણ
  • 1 ચમચી બારીક કાપેલું લસણ
  • 1 ચમચી બારીક કાપેલું આદુ
  • 1 નાની બારીક કાપેલી ડુંગળી
  • 1/4 કપ બારીક કાપેલી કોબીઝ
  • 1/4 કપ બારીક કાપેલું ગાજર
  • બારીક સમારેલું કોથમીર
  • 1 લીંબુ નો રસ
  • 3 કપ વેજિટેબલ સ્ટોક
  • 1/2 ચમચી મરી પાવડર
  • નમક સ્વાદાનુસાર
  • 1 ચમચી કોર્નફ્લોર
  • સમારેલી લીલી ડુંગળી જરૂરિયાત મુજબ

બનાવાની રીત:

  1. એક વાસણ માં માખણ ગરમ કરી તેમાં લસણ, આદુ અને ડુંગળી નાખો. 2 મિનિટ સાંતળી તેમાં ગાજર અને કોબીઝ નાખો.
  2. થોડી વાર પછી વેજિટેબલ સ્ટોક નાખી થોડીવાર માટે ઉકળવા દો .
  3. ત્યારબાદ કોથમીર , લીંબુ ,નમક અને કાળી મરી નાખી ઉકળવા દો.
  4. જરૂરત હોય તો પાણી ઉમેરો
  5. હવે કોર્નફ્લોર ને પાણી માં પેસ્ટ બનાવી તેને સૂપ માં ઉમેરો
  6. જ્યારે સૂપ ઘટ થાય ત્યારે ગેસ બંધ કરી દો.
  7. ગરમા ગરમ સૂપ ને સર્વિંગ બાઉલ માં કાઢી લીલી ડુંગળી નાખી સર્વ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment