સામગ્રી
- 300 ગ્રામ ઘઉં
- 150 ગ્રામ મગ
- 250 ગ્રામ મઠ
- 200 ગ્રામ ચણા
- 200 ગ્રામ ચોળા
- 150 ગ્રામ ચોખા
- 300 ગ્રામ જાર ,
- સ્વાદઅનુસાર મીઠું
- લસણ અને લાલ મરચું પાવડર ની ચટણી
- તેલ ( ખીચડા પર લગાવવા )
- ઝીણી સમારેલી ડુંગળી
- ઝીણી સમારેલી કોથમીર
બનાવાની રીત :
સૌ પ્રથમ ખીચડો બનાવવા માટે અગાઉના દિવસે તૈયારી કરવી પડે છે , જેના માટે અગાઉ ઘઉ,ચણા, મગ ,મઠ,ચોળા અને જાર ને સાફ કરીને 2 થી 3 વાર પાણીથી સાફ કરીને ફક્ત થોડું પાણી ઉમેરીને (ફક્ત ફીનુ થાય એટલું જ ) પલાળી દેવું . આખો દિવસ પલાળવા દેવું , જે દિવસે પલાળયા હોય તે દિવસમાં થોડા થોડા સમયે હલાવતા રહેવું જેથી બધુ સારી રીતે પલળી જાય .
પછી સાંજે ખીચડાને મોટા ખલમાં ખાંડી લેવો.ખાંડતા સમયે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું , જેથી બધુ સરસ રીતે ખેડાઈ જાય . આશરે 10 થી 15 મિનિટ થશે ખાડતા , ખીચડો સરસ ખેડાઈ જાય અને લાગે કે હવે ફોતરાં ઉખડશે ત્યારે ખીચડાને એક મોટા તપેલામાં કાઠીને ડાબી લેવો . આ રીતે આખી રાત મૂકી રાખવો .
બીજે દિવસે બનાવેલ ખીચડાને સુપડાની મદદથી જાટકી લેવો જેથી કરીને બધાજ ફોતરાં ઉખડી જાય , અને અલગ થઇ જાય . ફોતરાં અલગ કરો ત્યારે તેમાંથી જે ભુક્કો નીકળે તેને તેનો ઉપયોગ આપડે ખીચડો બનાવવામાં કરીશું .
ત્યારબાદ કુકરમાં પાણી ગરમ મૂકી તેમા ખાંડેલો ખીચડો ઉમેરી દેવો ઢાકીને ૨ થી ૩ સીટી સુધી બાફી લેવો બધુ બફાઇ જાય ત્યારે ખીચડાને સરખી રીતે હલાવી લો ત્યારબાદ ડીશમાં કાઢી તેમાં લસણ ની ચટણી અને તેલ(આશરે ૩ થી ૪ ચમચી )નાખી બરાબર મિક્સ કરો ત્યારબાદ ઉપર ડુંગળી અને કોથમીરથી ગાર્નીશ કરો.
Thank you for reading this post, don't forget to subscribe!