એકવાર આ ખાસ્તા કચોરી ચાટ ચોક્કસ ટ્રાય કરજો

સ્ટફિંગ માટેની સામગ્રી

 • ½ ફોતરા વગરની મગની દાળ
 • 2 ચમચી લાલ મરચું
 • 1 ચમચી ધાણાજીરું પાવડર
 • 2 ચમચી આમચૂર પાવડર
 • 1 ચમચી ગરમમસાલા પાવડર
 • 1 ચમચી વરિયાળી
 • મીઠું સ્વાદ મુજબ
 • ખાંડ સ્વાદ મુજબ
 • 1 ચમચી તેલ

પડ માટેની સામગ્રી

 • 1 કપ મેદો
 • 1 કપ ઘઉંનો લોટ
 • 3 ચમચી ઘી
 • સ્વાદ મુજબ મીઠું
 • કપ પાણી

ગાર્નિશ માટેની સામગ્રી

 • 1 કપ ઝીણી કાપેલી ડુંગળી
 • 1 કપ ઝીણા કાપેલી ટામેટા
 • 1 કપ લીલા ધાણાની ચટણી
 • 1 કપ ખજૂર-આમલીની ચટણી
 • ½ ચમચી લાલ મરચું
 • 1 કપ ઝીણી સેવ
 • ¼ ચમચી સંચળ
 • ½ કપ દહીં
 • 2 ચમચી ઝીણી કાપેલી કોથમીર

બનાવાની રીત

 1. મગની દાળને ધીમા તાપે શેકી લો .
 2. શેકતી વખતે તેને સતત હલાવતા રહેવું. 8 થી 10 મિનિટ સુધી દાળને શેકવી.
 3. ત્યારપછી તેને ઠંડી થવા દેવી.
 4. ઠંડી થાય પછી તેનો મિક્સરમાં પાવડર બનાવી લો .
 5. તેમાં લાલ મરચું, ધાણાજીરું, આમચૂર પાવડર, ગરમ મસાલો, મીઠું, વરિયાળી અને ખાંડ ઉમેરી દો .
 6. તેને સારી રીતે મિક્સ કરી. તેમાં 1 ચમચી તેલ નાંખવું.
 7. મસાલો તૈયાર છે. તેને બાજુમાં રાખી દો.
 8. લીલા ધાણા અને આમલી-ખજૂરની ચટણી બનાવી લો .
 9. દહીંમાં મરચું, જીરું પાવડર, સંચળ અને મીઠું નાંખી તૈયાર કરો .
 10. હવે, મેંદો અને ઘઉંનો લોટ મિક્સ કરી તેમાં મીઠું નાંખી ઘીનું મોણ નાખવું . સારી રીતે લોટ બાંધી લેવો.
 11. લોટ બાંધીને તેને થોડી વાર રહેવા દેવો. ત્યારબાદ તેને ફરી બરાબર ગુંદવો.
 12. લોટમાંથી લુઆ બનાવી પૂરી વણીને તેમાં મસાલો ભરવો.
 13. મસાલો ભર્યા બાદ પૂરીને બરાબર પેક કરી ફરી પૂરી વણવી.
 14. આ રીતે બધી કચોરીઓ બનાવી ગોલ્ડન થાય ત્યાં સુધી તેલમાં તળવી.
 15. કચોરી તૈયાર છે. તેને પ્લેટમાં કાઢી ઉપરની તરફથી થોડી તોડી નાખવી .
 16. હવે તેમાં કાપેલ ડુંગળી, ટામેટા ઉમેરવા. ત્યારબાદ લીલી ચટણી નાંખવી અને પછી તેની પર ખજૂર-આમલીની ચટણી નાંખવી.
 17. હવે કચોરી પર દહીં નાંખવું. દહીં નાંખ્યા બાદ ઝીણી સેવ અને કોથમીર ગાર્નીશ કરો .
 18. સ્વાદિષ્ટ ખાસ્તા કચોરી તૈયાર છે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment