સ્ટફિંગ માટેની સામગ્રી
- ½ ફોતરા વગરની મગની દાળ
- 2 ચમચી લાલ મરચું
- 1 ચમચી ધાણાજીરું પાવડર
- 2 ચમચી આમચૂર પાવડર
- 1 ચમચી ગરમમસાલા પાવડર
- 1 ચમચી વરિયાળી
- મીઠું સ્વાદ મુજબ
- ખાંડ સ્વાદ મુજબ
- 1 ચમચી તેલ
પડ માટેની સામગ્રી
- 1 કપ મેદો
- 1 કપ ઘઉંનો લોટ
- 3 ચમચી ઘી
- સ્વાદ મુજબ મીઠું
- કપ પાણી
ગાર્નિશ માટેની સામગ્રી
- 1 કપ ઝીણી કાપેલી ડુંગળી
- 1 કપ ઝીણા કાપેલી ટામેટા
- 1 કપ લીલા ધાણાની ચટણી
- 1 કપ ખજૂર-આમલીની ચટણી
- ½ ચમચી લાલ મરચું
- 1 કપ ઝીણી સેવ
- ¼ ચમચી સંચળ
- ½ કપ દહીં
- 2 ચમચી ઝીણી કાપેલી કોથમીર
બનાવાની રીત
- મગની દાળને ધીમા તાપે શેકી લો .
- શેકતી વખતે તેને સતત હલાવતા રહેવું. 8 થી 10 મિનિટ સુધી દાળને શેકવી.
- ત્યારપછી તેને ઠંડી થવા દેવી.
- ઠંડી થાય પછી તેનો મિક્સરમાં પાવડર બનાવી લો .
- તેમાં લાલ મરચું, ધાણાજીરું, આમચૂર પાવડર, ગરમ મસાલો, મીઠું, વરિયાળી અને ખાંડ ઉમેરી દો .
- તેને સારી રીતે મિક્સ કરી. તેમાં 1 ચમચી તેલ નાંખવું.
- મસાલો તૈયાર છે. તેને બાજુમાં રાખી દો.
- લીલા ધાણા અને આમલી-ખજૂરની ચટણી બનાવી લો .
- દહીંમાં મરચું, જીરું પાવડર, સંચળ અને મીઠું નાંખી તૈયાર કરો .
- હવે, મેંદો અને ઘઉંનો લોટ મિક્સ કરી તેમાં મીઠું નાંખી ઘીનું મોણ નાખવું . સારી રીતે લોટ બાંધી લેવો.
- લોટ બાંધીને તેને થોડી વાર રહેવા દેવો. ત્યારબાદ તેને ફરી બરાબર ગુંદવો.
- લોટમાંથી લુઆ બનાવી પૂરી વણીને તેમાં મસાલો ભરવો.
- મસાલો ભર્યા બાદ પૂરીને બરાબર પેક કરી ફરી પૂરી વણવી.
- આ રીતે બધી કચોરીઓ બનાવી ગોલ્ડન થાય ત્યાં સુધી તેલમાં તળવી.
- કચોરી તૈયાર છે. તેને પ્લેટમાં કાઢી ઉપરની તરફથી થોડી તોડી નાખવી .
- હવે તેમાં કાપેલ ડુંગળી, ટામેટા ઉમેરવા. ત્યારબાદ લીલી ચટણી નાંખવી અને પછી તેની પર ખજૂર-આમલીની ચટણી નાંખવી.
- હવે કચોરી પર દહીં નાંખવું. દહીં નાંખ્યા બાદ ઝીણી સેવ અને કોથમીર ગાર્નીશ કરો .
- સ્વાદિષ્ટ ખાસ્તા કચોરી તૈયાર છે.
Thank you for reading this post, don't forget to subscribe!