મુખ્ય સામગ્રીઓ:
- ૧ કપ ઢોસાનું ખીરું
- ૧/૨ કપ ગાજર, કેપ્સીકમ, ડુંગળી અને કોબીજ
અન્ય સામગ્રીઓ:
- ૧ ચમચી સાંભાર મસાલો
- ૧ ચમચી લાલ મરચું પાવડર
- ૧/૨ ચમચી સોયા સોસ
- ૨ ચમચી ડુંગળી અને બટાટાનું સ્ટફીંગ
- ૨ ચમચી માખણ
- ૨ ચમચી ટોમેટો કેચપ
- ૧ ચમચી મેયોનીસ
- નમક સ્વાદ અનુસાર
- ૧ કયુબ ચીસ
- દરેક ઢોસા માટે ૨ ચમચી તેલ
જીની ઢોસા બનાવવાની રીત:
- નોન-સ્ટીક તવાને ગેસ પર ગરમ કરી, તવો ગરમ થઇ જાય ત્યારે તેમાં ઢોસાનું ખીરું રેડી બધીજ બાજુ સરખીરીતે ફેલાવી સરસ ઢોસાનો શેપ આપી દો.
- હવે તેના પર ડુંગળી, ગાજર, કેપ્સીકમ અને કોબીજ મૂકી તેના પર થોડું માખણ લગાઓ. ત્યારબાદ તેના પર બટાટા અને ડુંગળીનું સ્ટફીંગ મુકો.
- હવે પર પર થોડો સોયા સોસ, લાલ મરચું પાવડર, નમક, સાંભાર મસાલો, મેયોનીસ, ટોમેટો કેચપ ઉમેરી ચમચીની મદદથી મિક્ષ કરી લો. હવે ગેસ ધીમો કરી, શાકભાજીઓને સરખી રીતેન ૧-૨ મિનીટ સુધી પકાઓ.
- જયારે ચીસ ઓગળવા લાગે ત્યારે ત્યારે આખા સ્ટફીંગને ઢોસા પર ફેલાવી, ૧-૨ મિનીટ સુધી પકાવી, ઢોસાને પ્લેટમાં કાઢી લો. હવે જીની ઢોસાને નાના ટુકડાઓમાં કાપી, રોલ વાળી, ઉપર ચીસ લગાવી સર્વ કરો.
Thank you for reading this post, don't forget to subscribe!