શું તમારો હેર કલર લાંબો સમય સુધી જાળવી રાખવો છે તો અપનાવી જુઓ આ ટીપ્સ

વાળને કલર કરાવ્યા પછી વાળ સુંદરતો લાગે છે પરંતુ કલર કરેલા વાળની ​​સુંદરતા થોડા જ દિવસોમાં જતી રહે છે. ધીરે ધીરે વાળમાં કરેલો કલર ઝાંખો પાડવા લાગે છે. ઘણા માને છે કે હેર કલર કરવાથી વાળ બરછટ અને ખરાબ થાય છે પણ તેની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તો કલર કરેલા વાળ પણ સુંદર અને ચમકીલા લાગે છે . તમને આ સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરવા માટે, લાંબા સમય સુધી વાળનો રંગ જાળવવા માટે કેટલીક ટીપ્સનું પાલન કરો. વાળમાં કટેલા કલર ને લાંબા સમય સુધી જાળવી શકો છો અને વાળની સુંદરતા બરકરાર રાખી શકો છો .

ચોક્કસ સમયે લગાવો શેમ્પૂ

વાળને કલર કાર્યના બોતેર કલાક પછી જ વાળને શેમ્પૂથી ધોવા બોતેર કલાક પછી શેમ્પૂ કરવાથી કલર વાળ મા સેટ થઇ જાય છે અને લાંબો સમય ટકે છે . શેમ્પૂ વાળમાં કરવાથી માત્ર ગંદકી જ દૂર નથી થાતી પરંતુ તમારા વાળનો રંગ પણ ઝાંખો થવા લાગે છે.વાળમાં કલર કર્યો હોય અને તે સમય દરમિયાન સતત વાળ ધોતા રહેવાથી વાળમાં લગાવેલ કલર ઝાંખો થઇ જશે અને ચમક જતી રહેશે

યોગ્ય શેમ્પૂ પસંદ કરો:

વાળ ધોતી વખતે સલ્ફેટ ફી અથવા કલર કરેલા વાળ માટે વપરાતા ચોક્કસ પ્રકારના શેમ્પૂના ઉપયોગ કરો. ફિલ્ટર કરેલા પાણીથી વાળ હંમેશાં ધોઈ લો. ક્લોરિન અને ખનિજો કે જે વાળને નુકસાન કરે છે તે વાળના સંપર્કમાં આવતા નથી. તમારા વાળને ક્યારેય ગરમ પાણીથી ધોશો નહીં. આ વાળના ક્યુટિકલ્સને નુકસાન પહોંચાડે છે અને વાળના કલર મા રહેલ મોઈશ્વર નષ્ટ કરે છે.

વાળને ફરી ધોવા :

વાળને શેમ્પૂ કર્યા પછી, કંડીશનર કરવું એક સામાન્ય પ્રક્રિયા છે પણ તેનાથી ઉલટું કરીને તમે વાળમાં કરેલો કલર લાંબો સમય સુધી રાખી શકો છો આ માટે સૌથી પહેલા વાળમાં કંડીશનર લગાવો ત્યારબાદ શેમ્પૂથી વાળ ધોઈ લો. આમ કરવાથી વાળના કલર ને નુકસાન થતું નથી.

વાળની ​​સંભાળ

તડકામાં વાળનો કલર ઝાંખો થઇ જાય છે આ કરને જયારે પણ તમે ઘરેથી બહાર નીકળો માથા પર હેત અથવા સ્કાર્ફ પહેરીને જાઓ. જ્યારે પણ તમે સ્વિમિંગ પૂલમાં જાઓ ત્યારે વાળમાં નાળિયેર તેલ લગાવવું. હેરસ્ટાઇલ બનાવતી વખતે પણ,હીટ નો ઉપયોગ ઓછો કરો. સ્ટ્રેટેનર અને કર્લલ જેવા ટૂલ્સ પણ ઓછા વાપરવા . જો તમને વાળની ​​હેરસ્ટાઇલ કરવા માટે આ ટૂલ્સની જરૂર હોય તો ઓછા તાપમાને ગરમ કરીને વાળ સેટ કરો. હીટ પ્રોટેકટ પ્રોડક્ટનો પણ ઉપયોગ કરવાની ખાતરી કરો.

યોગ્ય ટ્રીટમેન્ટ :

ઓમ્બ્રે અથવા બલયાઝ જેવા હેર કલર વાળની ​​કુદરતી સુંદરતામાં વધારો કરે છે. આ રંગ તમારા વધતા વાળમાં ખૂબ સુંદર દેખાશે. હાલમાં કરવામાં આવેલા વાળના કલર ની સુંદરતા વધારવા માટે તમે વાળમાં ગ્લેઝ પણ ઉમેરી શકો છો. તેનાથી તમારા વાળ ચમકશે. આની સાથે તે તમારા વાળમાં હેર કલર ચમકદાર અને વાળ સુવાળા બનાવે છે. તેમજ , વાળમાં સારી ગુણવત્તાવાળા હેર કલર જ વાપરવો જોઈએ.

જો આ આર્ટીકલ તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરો .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment