શાકભાજી અને ફળ ખાવા તે પણ દરરોજ આ વાત સાંભળીને કદાચ ન ગમે પણ મોટાભાગના લોકોને દુનિયાના તમામ ડોક્ટર અને ડાયેટિશ્યન આમ જ કહે છે . કારણ કે ફળ અને અને શાકભાજી તમારા શરીરને યોગ્ય પ્રોટિન, મિનિરલ અને વિટામીન તો આપે જ છે અને સાથે જ તમારા શરીરને ડિટોક્સ પણ કરે છે.

તમે જો સ્વસ્થ જીવન જીવન માંગતા હો તો તમારે ખોરાકમાં ફળોને ચોક્કસ સામેલ કરવા જોઈએ. ફળમાં વધુ માત્રામાં પોષક તત્વો, ખનીજ અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે શરીર માટે બહુ સારા છે. સમય ન હોય તો પણ આપણે ફળોને આરામથી ખાઈ શકીયે છીએ.પણ મહત્વની વાત એ છે કે આ પોષક તત્વોને વધુ માત્રામાં કેવી રીતે લેવા અને ક્યારે લેવા . એટલું જ નહીં ખાધા પહેલા હંમેશા એક ફળ ખાવાનો આગ્રહ રાખો. ફળમાં સૌથી વધુ પ્રમાણ માં પાણી હોય છે જે તમારી ભૂખ ઓછી કરે છે અને તમને સ્વસ્થ પણ રાખે છે .

પાલક : પાલક ઓમેગા અને ફોલેટથી ભરપૂર છે. તે તમારા હદય રોગની બિમારી, હાડકાં નબળા થવા જેવી ઘણી બિમારીઓ સામે લડત આપે છે. આથી તેને રોજ ખાવી જોઇએ.
ટમેટા : ટમેટામાં અનેક સારા એન્ટીટોકિડન્ટ હોય છે અને વિટામીન સી પણ સારા પ્રમાણમાં છે જે તમારી ઇમ્યુનિટી માટે ફાયદાકારક છે.


ગાજર : કેન્સર જેવા રોગને દૂર કરવાની તાકાત ગાજરમા છે. વધુમાં તે અસ્થમા અને આર્થરાઇટિસ જેવા રોગ સામેં રક્ષણ આપે છે.

લસણ : રોજ કાચા લસણની બે કળીઓ ખાવ. સાંભળવામાં અપ્રિય લાગતી આ વસ્તુ છે એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાઇરલ જેવી વિશેષતાઓ લસણ મા રહેલી છે .વળી તે શરદી-ઉધરસ જેવી બિમારીઓમાં પણ રાહત આપે છે.
બ્રોકલી : આ શાકભાજી બેસ્ટ કેન્સર અને લંગ કેન્સરમાં લાભકારક છે . આથી તમારે રોજ બ્રોકલી ખાવું જ જોઈએ .

કેળા : કેળામાં પોટેશ્યિમ સારા પ્રમાણમાં હોય છે. રિસર્ચ મુજબ વધુ બ્લડ પ્રેશર વાળા જો કેળા ખાય તો તેનાથી તેમને હદયરોગનો હુમલો થવાનું લાંબા સમય સુધી ટળે છે.

સફરજન : સફરજનમાં ફાઇબર, એન્ટીઓક્સીડન્ટ તત્વો હોય છે. સફરજન હદય રોગ અને એલર્જીથી થતી બિમારી સામે રક્ષણ કરે છે.

બેરિઝ :તમારે લાંબુ જીવવું હોય તો આ ફળ જરૂરથી રોજ ખાવું જોઇએ. એજિંગ, કેન્સર જેવી બીમારીને આ બેરિઝ કાબુમાં રાખે છે.

નારંગી- મોસબી :  નારંગી- મોસબીમાં  વિટામીન સી થી ભરપુર હોય છે જે રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે . આ ખાવાથી તમારા લોહીના સેલને નુક્શાન થતું અટકે છે જે તમારા શરીર માટે ફાયદાકારક છે.

દ્રાક્ષ : દ્રાક્ષમાં પણ વિટામીન -સી અને શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે જે તમારા હદયને મજબૂત રાખે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin