શિયાળાની શરૂઆત થઈ ગઈ છે શિયાળાની શરૂઆત થાય એટલે મહિલાને કમરના દુખાવા ગોઠણ ના દુખવા ની સમસ્યા થતી હોય છે આ પરિસ્થિતિમાં જો ગુંદ ખાવામાં આવે શરીરમાં તંદુરસ્તી જળવાઈ રહે છે તો દાંતમાં ચોંટે નહિ તેવા ગુંદરના લાડુ બનાવવાની સરળ રીત નોંધી લો અને તમારા મિત્રો સાથે શેર કરો
ગુંદરના લાડુ બનાવવા માટે જરૂરી સામગ્રી
ઘઉં નો લોટ 2 કપ
ઘઉંનો કરકરો લોટ 1/4 કપ
ઘી 250 ગ્રામ
ગોળ 250 ગ્રામ
સૂકા નારિયળ નું છીણ 50 ગ્રામ
ગુંદ 150 ગ્રામ
કાજુ 50 ગ્રામ
બદામ 50 ગ્રામ
પિસ્તા 50 ગ્રામ
અખરોટ 50 ગ્રામ
સુઠ પાવડર 1 ચમચી
એલચી પાવડર % ચમચી
જાયફળ પાવડર % ચમચી
ખાસ નોંધ વાંચવી : આ લાડવા બનાવવા માં માવાનો ઉપયોગ નથી કરેલ આથી તમે આ લાડવા નો 15-20 દિવસ સુંધી ખાઈ શકો છો.
ગુંદના લાડુ બનાવવાની રીત નોંધી લો :
ગુંદરપાક / ગુંદ ના લાડવા બનાવવા સૌ પ્રથમ એક કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકો, હવે એમાં એક બે ચમચા ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો, હવે ગરમ ઘી માં થોડો ગુંદ નાખી ગોલ્ડન તરી લેવો આમ થોડો થોડો કરી બધો જ ગુંદ ગોલ્ડન તરી લેવો(ગુંદ તરતી વખતે જરૂર લાગે તો એક બે ચમચા બીજું ઘી નાખી શકો છો).
તરેલા ગુંદ ને એક બાજુ મૂકો, હવે એ જ કડાઈમાં એક ચમચી ઘી નાખી કાજુ ના કટકા, બદામ ના કટકા, પીસ્તા ના કટકા ને અખરોટ ના કટકા નાખી ધીમા તાપે શેકી લેવા ડ્રાય ફૂટ શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી લ્યો.
ત્યાર બાદ એ જ કડાઈમાં સૂકા નારિયળ નું છીણ નાંખી ધીમા તાપે ૩-4 મિનિટ શેકી લ્યો શેકેલા નારિયેળના છીણ ને ડ્રાય ફુટ સાથે કાઢી લ્યો, હવે એ જ કડાઈ માં બાકી રહેલું ઘી લ્યો ને ઘી ને બરોબર ગરમ કરો.
ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ઘઉંનો કરકરો લોટ ને ઘઉંનો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહો ને લોટ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો લોટ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ને 4-5 મિનિટ હલાવતા થી જેથી લોટ બરી ના જાય, શેકેલો લોટ થોડો ઠંડો થાય એટલે એમાં તરી રાખેલ ગુંદ ને ડ્રાય ફ્રુટ ને નારિયળ છીણ નાખી બરોબર મિક્સ કરો
હવે ગેસ પર એક કડાઈમાં 2-3 ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી ધીમા તાપે ગોળ ને ઓગાળો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો, હવે જે ઓગળેલા ગોળ ને લોટ ના મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં જાયફળ પાવડર, સુંઠ પાવડર ને એલચી પાવડર નાખીને બરોબર મિક્સ કરો.
બધું બરોબર મિક્સ થઈ જાય એટલે એક ઘી થી ગ્રીસ કરેલી થાળી માં પાથરી નાખી વાટકા વડે દબાવી ને સેટ કરો ને ઉપર થી ડ્રાય ફૂટ છાટી ને દબાવી દયો અને ચાકુ વડે કાપા પાડીને ઠંડુ થવા દો. ઠંડુ થઈ જાય એટલે ઢેફલા કરી લેવા અને એર ટાઈટ ડબામાં ભરી રાખવા શિયાળાની સવારેમા આ ગુંદપાક ખાવાથી ખુબ ફાયદા થાય છે તમે આ ગુંદાનાં લાડવા પણ બનાવી શકો છો તમને જે પસંદ હોય તેવી રીતે ગુંદપાક બનાવવો
Thank you for reading this post, don't forget to subscribe!