સામગ્રી :
- ૮ સ્લાસ્લાઈસ બ્રેડ
- ૬ ટેબલ સ્પુન ન્યુટેલા
- ૪ સ્લાઈસ ચીઝ
- માખણ બ્રેડમાં લગાવવા
બનાવાની રીત :
સૌપ્રથમ બધી બ્રેડની ઉપર ન્યુટેલાને સારી રીતે લગાવી દેવું. ન્યુટેલા લગાવ્યા બાદ તેના ઉપર ચીઝનું લેયર લગાવવું. હવે તેના ઉપર ન્યુટેલા લગાવેલ બીજી સ્લાઈસ તેના પર મુકવી .
હવે ગ્રિલ્ડ કરવા માટે તૈયાર કરેલા બ્રેડની ઉપર થોડું બટર લગાવવું. ત્યારબાદ સેન્ડવિચ ને ગ્રેલરમાં શેકવા મૂકી દેવી. ગ્રેલરમાં સેન્ડવિચ જ્યાં સુધી બ્રાઉન ન થાય ત્યાં સુધી રાખવી. જયારે ગ્રીલ થવાની થોડી થોડી સુગંધ આવે એટલે બહાર કાઢી લેવી.
હવે તેને બરાબર વચ્ચે થી ૨ ભાગમાં કાપી નાખો. તો તૈયાર છે ફટાફટ બની જાય અને બાળકોની ફેવરીટ એવી ગ્રીલ ચોકલેટ ચીઝ સેન્ડવિચ
Thank you for reading this post, don't forget to subscribe!