સામગ્રી
- ૧ કપ દૂધ
- ૪ ટેબલ સ્પુન ખાંડ
- ૪ ટેબલ સ્પુન custard પાવડર
- ૧ ચમચી વાનીલા એસેન્સ
- ૧/૨ કપ ચોકલેટ ફ્લેવર બિસ્કીટ
- ૧/૨ કપ મિક્સ ફ્રુટ (સ્ટ્રોબેરી ,સફરજન ,કાળી દ્રાક્ષ)chilled કરેલ
- ૧/૨ કપ સ્ટ્રોબેરી જેલી
- થોડા કાજુ બાદમ
બનાવાની રીત
એક નાના બાઉલમાં કસ્ટર્ડ પાવડર અને 1 ચમચી દૂધ ભેગું કરો, સારી રીતે ભળી દો અને બાજુ રાખો.
બાકીના દૂધને એક ઊંડી નોન-સ્ટીક પેનમાં ઉકાળો, ખાંડ નાંખો, બરાબર મિક્સ કરો અને મધ્યમ તાપ પર થોડી મિનિટ માટે ઉકાળો અને હલાવતા રહો.
ત્કયારબાદ તેમાં કસ્ટર્ડ પાવડર વાળું દૂધ આ દુધમાં ઉમેરોઅને સારી રીતે મિક્સ કરી ૨ મિનીટ માટે મધ્યમ તાપ પર ઉકાળોને પછી નીચે લઈ ઠંડુ થવા માટે બાજુમાં રાખો
એકવાર ઠંડુ થાય એટલે વેનીલા એસેન્સ ઉમેરો અને બરાબર મિક્ષ કરી લો અને ઓછામાં ઓછા 30 મિનિટ માટે રેફ્રિજરેટર કરો.
૩૦ મિનીટ પછી બહાર કાઢીને ૨ સમાન ભાગ પાડો અને બે સર્વિંગ ગ્લાસમાં પહેલા બિસ્કિટનો ભૂકો રાખો
હવે frizzed કરેલ કસ્ટાર્ડ દૂધનો એક ભાગ તેના પર રેડવો ત્યારબાદ મિક્સ ફ્રુટ નાખવા
છેલ્લે તેના ઉપર જેલી નાંખો અને કાજુ અને બદામની કતરી તેના પર નાખો.તો તૈયાર છે તમારું ડેજેર્ટ.
Thank you for reading this post, don't forget to subscribe!