ડ્રાય વેજિટેબલ મંચુરિયન બનાવવા માટેની રેસિપી વાંચવાં ફોટા પર ક્લિક કરો

વરસાદની સીઝનમાં ભૂખ ખુબ લાગે છે જો તમને ચટપટો નાસ્તો ખાવાનું મન થાય જો જરૂર ડ્રાય વેજિટેબલ મંચુરિયન ઘરે બનાવની ઘરના લોકોને જમાડજો ખુબ મજા આવી જશે આવો જાણીએ ડ્રાય વેજિટેબલ મંચુરિયન બનાવવા માટેની રેસિપી

ડ્રાય વેજિટેબલ મંચુરિયન બનાવવા માટે સામગ્રી

  • ૧ કપ કોબીજ છીણેલી •
  • ૧ ગાજર છીણેલું •
  • ૧/૪ કપ લીલી ડુંગળી સમારેલી
  • ૧/૪ કપ કેપ્સિકમ બારીક સમારેલું
  • ૧/૪ કપ ફ્રેંચબીન્સ બારીક સમારેલા
  • ૧ લીલું મરચું બારીક સમારેલું
  • ૧ નાની ચમચી આદું છીણેલું.
  • ૩ મોટી ચમચી કોર્નફલોર
  • ૨ મોટી ચમચી મેંદો
  • ૧ મોટી ચમચી સોયા સોસ
  • ૨ નાની ચમચી રેડ ચિલી સોસ
  • ૧/૪ નાની ચમચી કાળામરી પાઉડર
  • ૨ મોટી ચમચી ટોમેટો સોસ
  • ૨ નાની ચમચી આદું અને લસણ પેસ્ટ
  • ૨ નાની ચમચી સરકો
  • ૧ મોટી ચમચી ડુંગળી બારીક સમારેલી
  • થોડીક લીલી ડુંગળી બારીક સમારેલી
  • વેજિટેબલ બોલ્સ ફાઈ કરવા માટે
  • રિફાઈન્ડ ઓઈલ
  • મીઠું સ્વાદ મુજબ.

ડ્રાય વેજિટેબલ મંચુરિયન બનાવવા માટે રીત

કોબીજમાં તમામ શાકભાજી લીલાં મરચાં, આદું, ૨ મોટી ચમચી કોર્નફ્લોર, ૨ મોટી ચમચી મેંદી અને થોડું મીઠું નાખો. તેમાં ૧ નાની ચમચી સોયા સોસ, કાળાં મરી ચૂર્ણ મિક્સ કરીને નાના-નાના લૂઆ બનાવીને ડીપ ફાય કરી લો. ફરીથી એક નોનસ્ટિક કડાઈમાં ૧ મોટી ચમચી તેલ ગરમ કરીને ડુંગળી, આદું, લસણ પેસ્ટ ફ્રાય કરો. ટોમેટો સોસ, ચિલી સોસ, સોયા સોસ અને સરકો નાખો. ૧ કપ પાણીમાં બાકીનો મેંદો અને કોર્નફ્લોર નાખીને મિશ્રણમાં નાખો. ઉકાળો આવવા પર વેજિટેબલ બોલ્સ નાખો અને મિશ્રણ સુકાય ત્યાં સુધી ધીમી આંચ પર ચડાવો. લીલી ડુંગળીથી સજાવીને સર્વ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment