શું તમારે રેસ્ટોરન્ટ જેવા ઇડલી ઢોસા ઘરે બનાવા છે આ રહી તેનુ બેટર બનાવવાની રેસિપી

recipe, નાસ્તા રેસીપી

સામગ્રી

  • ચોખા 3 કપ
  • અડદની દાળ 1 કપ
  • પૌઆ 1/2 કપ
  • મેથીના દાણા 1/2 ચમચી
  • ચણાની દાળ 2 ચમચી
  • બેસન 2 ચમચી
  • મીઠું 1 ચમચી

બનાવવાની રીત

ઇડલી યા ઢોસાનુ બેટર બનાવવા માટે , એક બાઉલમાં ચોખા અને મેથીના દાણાને ધોઈને પાણીમાં પલાળી રાખો . હવે બીજા બાઉલમાં અડદની દાળ , ચણાની દાળ અને પૌઆને પાણીમાં પલાળી રાખો . બંનેને ફૂલવામાં લગભગ 6-7 કલાક લાગશે . ત્યારબાદ જ્યારે પલાળેલા ચોખા અને દાળ ફૂલીને તૈયાર થઇ જાય , ત્યારે તેમાથી વધારાનું પાણી કાઢી લો . હવે સૌ પ્રથમ ચોખાની પેસ્ટ તૈયાર કરો , આ માટે પલાળેલા ચોખાને મિક્સર જારમાં ઉમેરીને બ્લેન્ડ કરી લો . ધ્યાન રાખો કે થોડું જ પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવો , ચોખાની પેસ્ટ સહેજ દાણાદાર બનાવવાની હોય છે . આ પેસ્ટને એક અલગ બાઉલમાં કાઢી લો . એ જ રીતે પલાળેલી દાળ અને પોહાને મિક્સર જારમાં ભરીને સહેજ પાણી ઉમેરીને પીસી લો , દાળની પેસ્ટ મુલાયમ બનશે . હવે બંને પેસ્ટને એક મોટા વાસણમાં કાઢીને મિક્સ કરીને હલાવી એક મોટા એર – ટાઈટ કન્ટેનરમાં ભરીને આથા માટે રાખો . ઉનાળામાં લગભગ 6-7 કલાક અને શિયાળામાં 10-12 કલાકનો સમય ઇડલી ઢોસાના બેટર તૈયાર કરવા માટે લાગે છે

7-8 કલાક પછી , ઇડલી ઢોસાના બેટરમાં પરપોટા જોવા મળી જશે અને બેટર ફૂલી ગયુ હશે . જો તમારે ઇડલી બનાવવી હોય તો તેમાં થોડું મીઠું ઉમેરીને પાણી ઉમેર્યા વગર ઇડલી બનાવી શકો છો . ઢોસા બનાવવા માટે , આ બેટરમાં મીઠું , ચણાનો લોટ , ખાંડ અને થોડું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો , આ રીતે ઢોસા બનાવવા માટેનું બેટર બની જશે . પછી તમે સ્વાદિષ્ટ ઢોસા બનાવો .

Thank you for reading this post, don't forget to subscribe!

One thought on “શું તમારે રેસ્ટોરન્ટ જેવા ઇડલી ઢોસા ઘરે બનાવા છે આ રહી તેનુ બેટર બનાવવાની રેસિપી

  • ખુબ સરસ રીતે ઈડલી અને ઢોસા બનાવવાની માહિતી આપી.તમારો‌ ખુબ આભાર.
    આ જ રીતે રીતે સફેદ ખાટા‌ઢોકળા બનાવવાની રીત આપશો

Leave a Reply