સામગ્રી
- ચોખા 3 કપ
- અડદની દાળ 1 કપ
- પૌઆ 1/2 કપ
- મેથીના દાણા 1/2 ચમચી
- ચણાની દાળ 2 ચમચી
- બેસન 2 ચમચી
- મીઠું 1 ચમચી
બનાવવાની રીત
ઇડલી યા ઢોસાનુ બેટર બનાવવા માટે , એક બાઉલમાં ચોખા અને મેથીના દાણાને ધોઈને પાણીમાં પલાળી રાખો . હવે બીજા બાઉલમાં અડદની દાળ , ચણાની દાળ અને પૌઆને પાણીમાં પલાળી રાખો . બંનેને ફૂલવામાં લગભગ 6-7 કલાક લાગશે . ત્યારબાદ જ્યારે પલાળેલા ચોખા અને દાળ ફૂલીને તૈયાર થઇ જાય , ત્યારે તેમાથી વધારાનું પાણી કાઢી લો . હવે સૌ પ્રથમ ચોખાની પેસ્ટ તૈયાર કરો , આ માટે પલાળેલા ચોખાને મિક્સર જારમાં ઉમેરીને બ્લેન્ડ કરી લો . ધ્યાન રાખો કે થોડું જ પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવો , ચોખાની પેસ્ટ સહેજ દાણાદાર બનાવવાની હોય છે . આ પેસ્ટને એક અલગ બાઉલમાં કાઢી લો . એ જ રીતે પલાળેલી દાળ અને પોહાને મિક્સર જારમાં ભરીને સહેજ પાણી ઉમેરીને પીસી લો , દાળની પેસ્ટ મુલાયમ બનશે . હવે બંને પેસ્ટને એક મોટા વાસણમાં કાઢીને મિક્સ કરીને હલાવી એક મોટા એર – ટાઈટ કન્ટેનરમાં ભરીને આથા માટે રાખો . ઉનાળામાં લગભગ 6-7 કલાક અને શિયાળામાં 10-12 કલાકનો સમય ઇડલી ઢોસાના બેટર તૈયાર કરવા માટે લાગે છે
7-8 કલાક પછી , ઇડલી ઢોસાના બેટરમાં પરપોટા જોવા મળી જશે અને બેટર ફૂલી ગયુ હશે . જો તમારે ઇડલી બનાવવી હોય તો તેમાં થોડું મીઠું ઉમેરીને પાણી ઉમેર્યા વગર ઇડલી બનાવી શકો છો . ઢોસા બનાવવા માટે , આ બેટરમાં મીઠું , ચણાનો લોટ , ખાંડ અને થોડું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો , આ રીતે ઢોસા બનાવવા માટેનું બેટર બની જશે . પછી તમે સ્વાદિષ્ટ ઢોસા બનાવો .
- બિસ્કીટ ખજુર પાક બનાવવાની સરળ રીત અને ફાયદા | khajur pak recipe in gujarati
- lilo chevdo : વડોદરાનો સ્પેશીયલ લીલો ચેવડો બનાવવાની રીત | વડોદરાનો ફેમસ લીલો ચેવડો | vadodara famous lilo chevdo
- રગડા પાવ બનાવવા ની રીત | ragada pav recipe | bred katka
- ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત
- છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી
Thank you for reading this post, don't forget to subscribe!
ખુબ સરસ રીતે ઈડલી અને ઢોસા બનાવવાની માહિતી આપી.તમારો ખુબ આભાર.
આ જ રીતે રીતે સફેદ ખાટાઢોકળા બનાવવાની રીત આપશો