આંખ નીચેના ડાર્ક સર્કલથી તમે પણ પરેશાન છો તો અજમાવી જુઓ આ ઘરગથ્થુ ઉપચાર

દરેક સ્ત્રી ઇચ્છે છે કે તેણી સુંદર દેખાય. ક્યારેય તેની આંખો નીચે ડાર્ક સર્કલ ન હોય અથવા ચહેરા પર કરચલી ન પડે . પરંતુ જેવું આપણી રોજીંદી જીંદગી છે તેના કારણ એ છે કે આપણી ઇચ્છા જ રહી જાય છે, કારણ કે કેટલીકવાર વ્યક્તિને ચહેરાની સુંદરતા સાથે થોડીક સમસ્યાનો સામનો કરવો પડે છે. આંખો હેઠળ ડાર્ક સર્કલ એ દરેક સ્ત્રી માટે સમસ્યા છે. આ સમસ્યા સ્ત્રી ની સાથે સાથે પુરુષોને પણ પરેશાન કરે છે.

પરંતુ આ સમસ્યા મહિલાઓમાં વધારે જોવા મળે છે. મોટાભાગની સ્ત્રીઓ આ સમસ્યાને નજરઅંદાજ કરે છે. પરંતુ સમય જતાં તેમના ડાર્ક સર્કલ વધારે બઘાટા થઇ જાય છે અને ચહેરો કદરૂપો લાગે છે. પહેલાં આ સમસ્યા ચાલીસ-પિસ્તાલીસની ઉંમરે શરૂ થાતી હતી પરંતુ હવે તે તમામ ઉંમરની મહિલાઓમાં જોવા મળે છે. ડાર્ક સર્કલ થવાના મુખ્ય કારણ ઉમર નું વધવું , તણાવ, ડિજિટલ ગેજેટ્સનો વધુપડતો ઉપયોગ, ઉંઘનો અભાવ, ખાવા-પીવા ની સમસ્યાઓ, હોર્મોન્સમાં પરિવર્તન.

ઘરેલું ઉપાય ડાર્ક સર્કલ થી છુટકારો મેળવવા માટે કામ કરે છે. તેના ઉપયોગથી તમે જલ્દીથી છૂટકારો મેળવી શકો છો. ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે નીચે આપેલા કેટલાક ઘરેલું ઉપાય છે.

કાકડી:

કાકડી એક માઈલ્ડ (હળવું) એસ્ટ્રિજન્ટ છે, જે ત્વચાના રંગને લાઈટ બનાવે છે. કાકડી આંખની નીચેના ડાર્ક સર્કલ ને દૂર કરે છે. આ આંખોને ઠંડક અને આરામ આપે છે. જાડા ટુકડા કાપીને ફ્રિજમાં ત્રીસ મિનિટ માટે મૂકો. ત્યારબાદ આ કટકાને દસ મિનિટ આંખો પર મૂકો ત્યારબાદ આંખોને પાણીથી ધોઈ નાખો. આ પ્રયોગ એક અઠવાડિયા સુધી કરો. ધીરે ધીરે, ડાર્ક સર્કલમાં ફેર જોવા મળશે.

બદામનું તેલ :

બદામનું તેલ આંખોની આસપાસની ત્વચા માટે ફાયદાકારક છે. બદામના તેલમાં વિટામિન ઇ હોય છે, જે ડાર્ક સર્કલને ઓછા કરે છે. રાત્રે સુતા પહેલા, આંખોની આસપાસ હળવા હાથે તેલથી માલિશ કરો. તેને આખી રાત આમ જ રહેવા દો. સવારે પાણીથી ધોઈ લો. આ પ્રયોગ દરરોજ કરવાથી ટૂંક સમયમાં ડાર્ક સર્કલ ઓછા થઈ જશે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment