- સામગ્રી:
- મસૂર દાળ – 1 કપ
- ઝીણી સમારેલી ડુંગળી – 1
- ઝીણા સમારેલા ટામેટાં – 1
- ઝીણા સમારેલા મરચાં- 2
- આદુ-લસણની પેસ્ટ – 1/2 ચમચી
- હળદર પાવડર – 1/4 ચમચી
- લાલ મરચું પાવડર – 1/2 ચમચી
- મીઠું – સ્વાદ પ્રમાણે
- તેલ
- કોથમીર
બનાવાની રીત:
- એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી નાખો. ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો. હવે ટામેટાં, લીલા મરચા નાખો અને ટામેટા થોડી વાર સુધી પકાવો. ટામેટાં નરમ થયા પછી આદુ-લસણની પેસ્ટ નાખીને 1 મિનિટ માટે શેકો. 1 મિનિટ પછી મસૂરની દાળ,મીઠું, લાલ મરચુ પાઉડર, હળદર પાવડર નાંખી 2 મિનિટ પકાવો. ઍક કપ પાણી નાંખો અને દાળ નરમ થાય ત્યાં સુધી ધીમા આંચ પર પાકવા દો. દસથી પંદર મિનિટ સુધી મધ્યમ તાપ પર ઉકાળો. કોથમીર નાખી ગાર્નિશ કરો અને નાન અથવા ભાત સાથે ગરમ પીરસો.
Thank you for reading this post, don't forget to subscribe!