મકાઈ નું ખીચું બનાવવા ની રીત વાંચવા ફોટા પર ક્લિક કરો

મિત્રો આજે અમે તમારા માટે મકાઈ નું ખીચું બનાવવા માટેની રેસીપી લઈને આવ્યા છીએ રેસીપી પસંદ આવે તો મિત્રો સાથે જરૂર શેર કરજો

મકાઈ નું ખીચું બનાવવા જરૂરી સામગ્રી:

૧ વાટકી ચોખાનો લોટ

અડધી વાટકી બાફેલી મકાઈ

૧ નંગ લીલું મરચું

કોથમીર,

તેલ, મેથીયો મસાલો, મીઠું, જીરું

મકાઈ નું ખીચું બનાવવા માટેની રીતઃ

સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ને નાખો. હવે તપેલીને ગેસ પર ગરમ કરવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં લીલાં મરચાં નાનાં કટકા કરી નાખો, ઝીણી સમારેલી

કોથમીર, મીઠું જીરું અને છેલ્લે બાફેલી મકાઈ નાખી દસ મિનિટ ઊકળવા દો. હવે ધીમેધીમે તેમાં ચોખાનો લોટ ઉમેરતાં જાવ. ગેસ ધીમો કરી મિશ્રણને એક સરખું હલાવો. હવે પાંચ મિનિટ ઢાંકીને સીજવવા દો. ગેસ બંધ કરી, ખીચાને એક પ્લેટમાં કાઢી લો. તેમાં તેલ નાખી સરખી રીતે મસળી લો. હવે ગરમ ગરમ કોર્ન ખીચુ ને તેલ અને મેથીયા મસાલા સાથે સર્વ કરો

રેસીપી પસંદ આવી હોય તો સ્ટાર પર ક્લિક કરી રેટિંગ આપશો

આ પણ વાંચો :

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment