કોઈપણ બીમારી થાય એટલે ખોરાક ઓછો થઈ જાય છે . ખોરાક ઓછો કરીને શરીરની ઊર્જા ટકાવી રાખવા માટે આપણને અનેક પ્રકારના જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે . બીમારી કોઇ પણ હોય , બીજાં ફળની સાથે નાળિયેર પાણી અચૂક પીવાની સલાહ અપાય છે . એટલું જ નહીં શરીરને તંદુરસ્ત રાખવા માટે તેમજ શરીરની ઈમ્યુનિટી જળવાઇ રહે તે માટે પણ નાળિયેર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે .

તે સિવાય નાળિયેર પાણી આંખની રોશની તેજ કરવા , હાઇ બી.પીમાં , કિડનીની બીમારીમાં , યૂરિક એસિડ માટે , ત્વચાને લગતી કોઈ સમસ્યા માટે , વાગ્યાનું નિશાન જલદીથી જતું રહે તે માટે , કબજિયાતમાં , શરદી , ઉધરસ માટે અને આવી અનેક સમસ્યા માટે રામબાણ ઇલાજ છે .

તાકાત અને સ્ટેમિના વધારે

નાળિયેર પાણીમાં MTC નામનો ફેટી એસિડ હોય છે . તેની અંદર રહેલું આ તત્ત્વ તેને બીજાં ફળથી અલગ પાડે છે . તેની અંદર રહેલો આ ગુણ શરીરને તાકાત પૂરી પાડે છે , તેથી તાકાતવાન બનવા માટે રોજ નાળિયેર પાણી અવશ્ય પીવું જોઇએ .

દાંત માટે ગુણકારી

નાનાં બાળકોને ચોકલેટ વગેરે અનેક વસ્તુ ખાવાની આદત હોય છે , પરિણામે દાંતની તકલીફ થવા લાગે છે . નાળિયેરમાં એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે મોઢામાં થયેલા બેક્ટરિયાને દૂર કરે છે . આમ , નાળિયેર પાણી પીવાથી દાંતની તકલીફ દૂર થાય છે . યાદ રાખો કે નાળિયેર પાણી સાવ ખાલી પેટે ન પીવું જોઇએ , કારણ કે તે પીવાથી ઘણાને વાયુની તકલીફ થઇ જતી હોય છે , માટે સાવ ખાલી પેટે ન પીવું . પીવું પડે તો કાળા મરીનો ભૂકો નાંખીને પીવું

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *