દાંતનો દુખાવો,માથાનો દુખાવો,ઉધરસમા સૌથી વધુ અસરકારક છે આ રસોડામા રહેલ આ વસ્તુ

આયુર્વેદમાં લવિંગનો ઉપયોગ મળ, ઊલટી, ચૂંક વગેરે અનેક રોગોમાં થાય છે. દાંતના દુખાવાના ઉપચાર તરીકે લવિંગનો ખાસ ઉપયોગ થાય છે. પ્રાચીન કાળથી દાંતના દુખાવા ઉપરાંત આંખોનાં દર્દો અને પેટના અપચામાં, રસોઈમાં તેમજ ધાર્મિક ક્રિયાઓમાં લવિંગનો ઉપયોગ થતો આવ્યો છે. લવિંગનાં ચૂર્ણની માત્રા એકથી ત્રણ રતી અને તેના તેલની માત્રા એકથી ત્રણ ટીપાં સુધીની છે.

લવિંગના અગ્નિદીપક, ઉત્તેજક અને ઉદાર વાતહર ગુણો તેમાં રહેલા ઊર્ધ્વગમન શીલ તેલને આભારી છે. એ તેલની ચામડી પર માલિશ કરવાથી ઉત્તેજક, પ્રદાયક, ઉગ્રતાજનક અને પ્રત્યુગ્રતા સાધક અસર કરે છે.  ગાડી કે મોટરબસ ની મુસાફરીમાં ચક્કર આવે અથવા ઊલટી થવા માંડે ત્યારે મોંમાં લવિંગ રાખી, તેનો રસ ચૂસવાથી ચક્કર અને ઊલટી મટે છે.

લવિંગને મોંમાં રાખી રસ ચૂસવાથી ખાંસી મટે છે. લવિગને શેકીને મોંમાં રાખવાથી શરદી, ગળાનો સોજો અને ખાંસી મટે છે. 2 લવિંગને પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડું કરીને વાળ ધૂઓ. તેનાથી વાળ સોફ્ટ અને સિલ્કી બનશે. લવિંગ વાટી તેનો લેપ કરવાથી શરીરના કોઈપણ ભાગ પર આવેલો સોજો ઊતરે છે. લવિંગને પાણીમાં લસોટી, જરા ગરમ કરી કપાળ પર લગાવવાથી માથાનો દુખાવો મટે છે.

મો માથી આવતી આ દુર્ગંધને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જો 40 થી 45 દિવસો સુધી સતત મો ની અંદર આખું લવિંગ રાખવામાં આવે તો તેના કારણે મોમાંથી આવતી આ દુર્ગંધ અને પાયોરિયાની સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળે છે. લવિંગનું તેલ ઘસવાથી માથાનો અને સંધિવાનો દુખાવો મટે છે. લવિંગના તેલમાં રૂનું પૂમડું ભીંજવી પોલી દાઢ પર કે દુખતા દાંત પર દબાવી રાખવાથી દાંતની પીડા મટે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment