ચોળાફળી બનાવવા માટેની સામગ્રી :
- 1 કપ ચણાનો જીણો લોટ
- 1/3 કપ અડદનો જીણો લોટ
- ¼ કપ પાણી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ
મસાલો બનાવવા માટે સામગ્રી
- ¼ ટી સ્પુન મરી પાવડર
- ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર
- ½ ટી સ્પુન સંચળ પાવડર અથવા ચાટ મસાલો
મસાલો બનાવાની રીત :
એક બાઉલમાં ¼ ટી સ્પુન મરી પાવડર, ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર અને ½ ટી સ્પુન સંચળ પાવડર અથવા ચાટ મસાલો ઉમેરી મિક્ષ કરી લ્યો.
ચોળાફળી બનાવવા માટેની રીત :
- સૌપ્રથમ ચણાની દાળ અને અડદની દાળનો લોટ લઈ પછી તેને ચાળીને એક બાઉલમાં લેવાનું પછી તેમાં થોડું મીઠું નાખીને ભેગું કરીને લોટ બાંધવાનું.
- અડધી કલાક લોટને ઢાંકી રાખવો પછી તેને મસળી લો નો જ્યાં સુધી લોટ લિસો થઈ જાય ત્યાં સુધી લોટને મસળો પછી તેના લુવા પાડવાના
- ત્યારબાદ તેને રોટલીની જેમ વણી નાખવાની અને એના પીસ પાડી લેવાના અને તેલમાં ધીમા તાપે તળી લેવાના.
- તળાઈ ગયા બાદ તેના પર ઉપર મસાલો છાટ્વો અને ઍક એર ટાયટ ડબ્બામાં મુકી સ્ટોર કરી સકો છો.
Thank you for reading this post, don't forget to subscribe!