સામગ્રી:

3 કપ અધકચરા બાફેલા બટાટાની ચિપ્સ

તેલ તળવા માટે

2 ચમચી કોર્નફ્લોર

1 ચમચી તેલ

2 ચમચી કાપેલા મરચા

2 ચમચી કાપેલ આદુ અને લસણ

1/4 કપ કાપેલ ડુંગળી લીલા પાંડદા સાથે

1 ચમચી ટોમેટો કેચઅપ

1 ચમચી રેડ ચીલી સોસ

1ચમચી સોયા સોસ

મીઠુ સ્વાદ મુજબ

બનાવાની રીત

એક નોન સ્ટીક કડાઈ મા તેલ ગરમ કરી બટેટા ની ચિપ્સ તેમાં બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી તળીને પછી ટીસ્યુ પેપર પર કાઢી લો .

એક વાટકામાં કોર્નફલોર અને ૧/૪ કપ નાખી બરાબર મિક્સ કરી લો.

બીજા એક નોન સ્ટીક વાસણ મા તેલ ગરમ કરી આદુ ,લસણ,અને મરચા તેમાં ધીમા તાપે થોડી વાર સેકી લો .

ત્યારપછી તેમાં લીલી કાપેલી ડુંગળી ,ટોમેટો કેચઅપ ,ચીલી સોસ ,સોયા સોસ, કોર્નફલોર નું પાણી અને મીઠું નાખી ફૂલ તાપે ઉકાળી લો.

ત્યારપછી તેમાં બટેટા ની તળેલી ચિપ્સ નાખો અને બરાબર મિક્સ કરો અને ફૂલ તાપે ૧ મિનીટ સુધી હલાવો .

લીલી ડુંગળી ના સફેદ અને લીલા ભાગ વડે સજાવી ને ગરમાગરમ પીરસો .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *