તલની ચીકી
- સામગ્રી
- 500 ગ્રામ તલ
- 500 ગ્રામ ગોળ
- 150 ગ્રામ ઘી
બનાવવાની રીત
તલની ચીકી બનાવવા માટે ગેસ પર એક કડાઇમાં તલને થોડા સેકી લો .ત્યારબાદ એક નોન સ્ટીક કઢાંઈમાં ઘી અને ગોળ ઉમેરી ગરમ કરો. મધ્યમ તાપે તેને હલાવતા રહો આ દરમિયાન તેને સતત હલાવતા રહો જેથી ગોળ ચોંટી ન જાય અને સરસ પાયો આવે.
હવે પાયો થઇ જાય એવું ચેક કરવા વાટકી માં પાણી લઇ તેમાં ગોળ ને 2-3 ટીપા નાખવા જો જામી ને તૂટે તો પાયો બરાબર થઇ ગયો કહેવાય ત્યાર બાદ તેમાં તલ ને મિક્સ કરી લેવા અને પ્લેટફોર્મ પર ઘી લગાવી ને મિશ્રણ તેના પર નાખી ફટાફટ વણીને ઠંડુ થવા દેવું ત્યારબાદ તેના કટકા કરી લો. તો તૈયાર છે તલની ચીકી
સીંગ અને ગોળની ચીકી-
સામગ્રી-
250 ગ્રામ સીંગદાણા
250 ગ્રામ ગોળ
2 મોટી ચમચી ઘી
5 થી 6 નંગ ઈલાયચીનો પાવડર
રીત-
સૌપ્રથમ સીંગદાણાને શેકીને અધકચરા વાટી લો. હવે એક નોન સ્ટિક કઢાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં ગોળને ઓગાળો. ગોળ ઓગળીને ફૂલવા માંડે એટલે તલની ચીકી ની જેમ જ પાયો ચેક કરો.જો પાયો બરાબર આવી ગયો હોઈ તો તેમાં અધકચરા કરેલા સીંગદાણા ઉમેરી દો .ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરીને નીચે ઉતારી લો.
ત્યારબાદ પ્લેટફોર્મ પર ઘી લગાવી તેના પર મિશ્રણ પાથરી ને ફટાફટ વણીને ઠંડુ થવા દેવું ત્યારબાદ તેના કટકા કરી લો. તો તૈયાર સીંગદાણા ચીકી .
Thank you for reading this post, don't forget to subscribe!