ચીઝ કોર્ન પરાઠા સૌને ગમે એવી સ્વાદિષ્ટ વાનગી!! એકવાર જરૂર ઘેર બનાવજો
ચીઝ કોર્ન પરાઠા બનાવવા જરુરી સામગ્રી
સ્ટફિંગ માટે:
- મકાઈ ના દાણા ૧ કપ અધકચરા વાટેલા
- કેપસિકમ ૧/૪ કપ ઝીણું સમારેલું
- ડુંગળી ૧/૪ કપ ઝીણી સમારેલી
- બાફેલું બટાકું ૧ નંગ
- કોથમીર ૧/૪ કપ
- છીણેલું ચીઝ ૧/૨ કપ
- મીઠું સ્વાદ પ્રમાણે
- મરી પાવડર ૧/૪ ટી.સ્પૂન
- ઑરેગાનો ૧/૨ ટી.સ્પૂન
- મીક્સ હબસ્ ૧/ ૨ ટી.સ્પૂન
- ચીલી ફ્લેક્સ ૧/૨ ટી.સ્પૂન
- આદુ મરચાં લસણ ની પેસ્ટ ૧/૨ ટી.સ્પૂન
- છીણેલું પનીર (optional)
કણક માટે સામગ્રી:
- ઘઉં નો લોટ ૨ કપ
- ચપટી મીઠું
- તેલ ૧ ટે.સ્પૂન
ચીઝ કોર્ન પરાઠા બનાવવાની રીતઃ
સ્ટફિંગ માટેની બધી જ સામગ્રી એક પાત્રમાં ભેગી કરો.
- એક બાઉલમાં ઘઉંનો લોટ લઇને તેમાં મીઠું અને તેલનું મોણ નાખીને પરોઠા જેવો લોટ બાંધો. હવે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપો.
- મકાઈ અને ચીઝનું પુરણ ઉમેરીને પરાઠા વણો.હવે તેને બટર મૂકીને શેકી લો. ટેસ્ટી ચીઝ કોર્ન પરાઠાને ગરમા ગરમ કેચપ સાથે સર્વ કરો.
- મિત્રો કેવી લાગી અમારી રેસીપી જરૂર ટ્રાઇ કરજો
ટામેટા સૂપ બનાવવા માટે જરૂરી સામગ્રી
- ટામેટા ૫-૬ નંગ
- ડુંગળી ૧ નંગ ગાજર ૧ નંગ
- કોથમીર ની દાંડી ૧/૪ કપ
- આખા મરી ૨-૩ નંગ
- લસણ ની કળી ૭-૮ નંગ
- મીઠું સ્વાદ પ્રમાણે
- લવિંગ ૨-૩ નંગ
- બટર ૧ ટે.સ્પૂન
- તેલ ૧ ટી.સ્પૂન
- ફેશ ક્રીમ ૧/૨ કપ
- ખાંડ ૨ ટે.સ્પૂન
- કાશ્મીરી લાલ મરચું ૧ ટી.સ્પૂન
ટામેટા સુપ બનાવવાની રીત:
ટામેટા,ડુંગળી,ગાજરના મીડીયમ ટુકડા કરી સમારી લો.હવે કૂકર માં બટર અને તેલ ને ગરમ મુકો.એમાં લવિંગ અને મરી નાખી સાંતળો.ત્યારબાદ તેમાં લસણ નાખી સાંતળો.હવે ટામેટા,ડુંગળી,ગાજરના ટુકડા નાખી બરાબર મિક્સ કરો.કોથમીર ની દાંડી નાખી મિક્સ કરો.સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.૧ ગ્લાસ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી ૨-૩ સિટી વગાડો.મિશ્રણ ઠંડુ પડે એટલે બ્લેન્ડર ફેરવી,ક્રશ કરી ગરણી વડે ગાળી લો.
મિશ્રણ ને ફરીથી ગેસ પર મૂકી ખાંડ ઉમેરો.કાશ્મીરી લાલ મરચું ઉમેરી સૂપ ને એક ઉભરો આવે ત્યાંસુધી ઉકાળવા દો.જો સૂપ વધુ પાતળો લાગે તો 1-2 ચમચી કોર્ન ફ્લોર ને 3-4 ચમચી પાણી માં ઓગળી એ મિશ્રણ સૂપ માં નાખી હલાવતા રહો સૂપ ઘટ્ટ થઈ જશે.સૂપ ઉકળી ને ઘટ્ટ થઈ જાય એટલે છેલ્લે તેમાં ફ્રેશ ક્રીમ નાંખી મિક્સ કરી ગેસ બંધ કરી દો.સૂપને બાઉલમાં લઇ ફ્રેશ ક્રીમથી ગાર્નિશ કરી ગરમાગરમ પીરસો.
Thank you for reading this post, don't forget to subscribe!