વરસાદની મોસમમાં બનાવો ક્રિસ્પી અને ચીઝી સોજી બોલ્સ, આ છે આ સ્વાદિષ્ટ વાનગીની સરળ રેસીપી

સામગ્રી

1 કપ દહીં,

3/4 કપ રવો ,

સ્વીટ કોર્ન

પનીરના ટુકડા

બારીક સમારેલી ડુંગળી

લીલા મરચા

કાળા મરી

લાલ મરચું પાવડર

સ્વાદાનુસાર મીઠું

તેલ તળવા માટે

લીલા ધાણા

બનાવવાની રીત

સૌપ્રથમ એક મોટા વાસણમાં રવો લો અને તેમાં દહીં ઉમેરો અને તેને સારી રીતે ફેટો. ધ્યાન રાખો કે બેટર ઘટ્ટ હોવું જોઈએ. હવે આ બેટરમાં બધા મસાલાની સાથે સ્વીટ કોર્ન અને ડુંગળી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. જો તમે તેને તળવા માંગતા ન હોવ તો તમે તેને અપ્પમ ની પેનમાં પણ બનાવી શકો છો. આ માટે અપ્પમની પેનને ધીમી આંચ પર ગરમ કરવા રાખો. હવે તેમાં બે ટીપાં તેલ નાંખો અને તેમાં થોડું રવાનુ બેટર (લગભગ અડધી ચમચી) ઉમેરો. હવે તેની ઉપર પનીર મૂકો અને ફરી એકવાર તેના પર રવાનુ બેટર રેડો. એ જ રીતે અપ્પમ ના બધા મોલ્ડમાં ભરી લો અને ધીમી આંચ પર પકાવો. હવે તેને બંને બાજુથી બેક કરો. તમારા પનીર સૂજી બોલ્સ તૈયાર છે. હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને ચટણી અથવા ટોમેટો કેચપ સાથે ગરમા-ગરમ સર્વ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment