તૈયાર પેકિંગમાં મળે તેવી જ મસાલા વાળી ચણા ની દાળ હવે ઘરે બનાવૉ

સામગ્રી

  • 2 બાઉલ ચણાની દાળ
  • 1 ચમચી સોડા
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 2 ચમચી સંચળ
  • 1 ચમચી આમચૂર
  • 1 ચમચી ચપટી હિંગ
  • 1 ચમચી દળેલી ખાંડ
  • 5 ચમચી તેલ
  • 4 ચમચી ફુદિના પાવડર

બનાવાની રીત:

ચણાની દાળ બનાવવા માટે પહેલા દાળને રાત્રે પાણીમાં પલાળો. હવે પાણીમાં 1 ચમચી સોડા નાખો.

હવે આ દાળ સવારે પાણી માંથી કાઢી લો. તે પછી, તેને ઍક કપડા પર સુકવી દો.

દાળને એટલી સુકાવી દો કે તેને સ્પર્શ કરવા પર હાથમાં પાણી ના આવે. આનું કારણ છે કે જો દાળ સૂકાઈ ન જાય તો તળતી વખતે તેલ ઉડસે વળી, દાળ સારી રીતે તળાય નહીં.

હવે ઍક કઢાઈમાં તેલ નાંખો. તેને સારી રીતે ગરમ કરો.

હવે ધીમે ધીમે તેમાં દાળ નાંખો અને ધીમા તાપે તેને તળી લો.

ત્યારબાદ દાળ બહાર કાઢો. હવે ફુદીનાના પાવડર સહિતના અન્ય બધા મસાલાને મિક્સ કરો.અને દાળ પર છાંટી બરાબર મિક્સ કરો.

તો તૈયાર છે પેકિંગ જેવી જ મસાલા ચણા દાળ.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment