કાળી ડોક થવાનું કારણ:
નહાતી વખતે હંમેશા લોકો ગરદનને સાફકરવની કાળજી લેતા નથી. ઉપર ઉપરથી ખાલી પાણી કે સાબુ લગાવીને સાફ કરી દેવાથી ગરદનની કાળાશ દૂર થાતી નથી . બહુ ઘસીએ તો ગરદનની ત્વચા લાલ થઈ જાય છે. કાળાશ દુર થવાને બદલે વધારે કાળી થાય છે. ક્યારેક ત્વચા ફાટી પણ જાય છે

તેથી અમે તમને બતાવશું કેટલાક ઘરગથ્થું ઉપચાર

ખાંડ
ગરદનની કાળાશને દૂર કરવા સૌથી સરળ ઉપાય છે ખાંડ . ગરદનને સહેજ ભીની કરી ત્યારબાદ એક ચમચી ખાંડને સ્ક્રબની ગરદન પર હળવા હાથે મસાજ કરો. આવુ અઠવાડિયામાં 2થી 3 વાર કરો તો જરૂરથી ફાયદો દેખાશે .

લીંબુનો રસ

લીંબુમાં એસિડનું પ્રમાણ હોય છે જે અંગોનું કાળાપણુ દૂર કરવામાં આપને મદદ કરે છે. તમારી ગરદનની દુર કરવા માટે લીંબુ બ્લીચનું કામ કરી શકે છે.

મધ આપણા શરીરમાં ચમક લાવવાનું કામ કરે છે. લીંબુ અને મધનો ઉપયોગ ગરદન પર કરશો તો એકદમ સાફ અને નીખરેલી ગરદન મળશે. બે ચમચી લીંબુના રસમા એક ચમચી મધ મિક્સ કરી પેસ્ટ બનાવી લો અને અડધો કલાક ગરદન પર લગાવી રાખો. ત્યારબાદ ધોઈ નાંખો. ગરદન ધોતી વખતે હળવે હાથે મસાજ કરતા જાવ જેથી બધી જ ગંદકી નીકળી જાય.

બટેટા

ગરદન ની કાળાશ દુર કરવા માટે તમે બટેટા નો ઉપયોગ કરી શકો છો .બટેટા ની સ્લાઈસ અથવા તો ખમણી ને૧૦ મિનીટ સુધી ગરદન પર રગડો અને પછી થોડી વાર માટે રહેવા દો .પછી તેને સાદા પાણી થી ધોય નાખો .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *