તુલસીનો છોડ તેની પવિત્રતા માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે, તુલસી એક જાણિતી ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કેટલીય બિમારીઓમાં કરવામાં આવે છે. શરદી-ખાંસીથી લઇને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીના છોડને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

દવા બનાવવા માટે

તુલસીના પાનનો ઉપયોગ કરીને અનેક પ્રકારની આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવે છે. જો તુલસીના પાનનું રોજ સેવન કરવામાં આવે તો તેના કારણે આપણે અનેક પ્રકારની બીમારીઓથી દુર રહી શકી છીએ. તુલસીના પાન ની અંદર એન્ટીબેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને એંટી ઓક્સીડેંટ ગુણ આવેલા છે. જે શરીરમાં લાગેલા કોઈપણ પ્રકારના ઘાવને શરીરમાં થયેલા કોઈપણ પ્રકારના વાઇરલ બીમારી ને ઠીક કરવામાં ઉપયોગી સાબિત થાય છે.

ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ઝીણો ઝીણો તાવ રહેતો હોય અથવા તો કમજોરી મહેસૂસ થતી હોય તો ત્યારે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી મહિલાને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી તેના શરીરની અંદર રહેલો તાવ દૂર થઈ જાય છે. પ્રેગ્નેન્સી દરમિયાન જો તુલસીના પાનનું સેવન કરવામાં આવે તો ગર્ભવતી મહિલાઓ માટે તે ખૂબ સારું છે.

ગર્ભવતી મહિલાઓએ પ્રેગનેન્સી ના શરૂઆતના દિવસોમાં જ તુલસીના પાન ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. તુલસીના પાનની અંદર રહેલું વિટામિન ઈ બાળકના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે.

તુલસીના પાન ગર્ભવતી મહિલાઓના ગર્ભની અંદર રહેલા બાળકના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તુલસીની અંદર રહેલું મેગ્નેશિયમ બાળકના હાડકાના વિકાસ માટે ખુબ ઉપયોગી છે.

સ્ટ્રેસમાં

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ થોડો સ્ટ્રેસમાં રહેતી હોય છે. જે તેના આવનારા બાળક માટે નુકસાનકારક સાબિત થતું હોય છે. આથી જો તુલસીના પાનનું સેવન કરવામાં આવે તો તેના કારણે મગજ શાંત રહે છે અને તણાવમાંથી મુક્તિ મળે છે.

એનેમિયા

ગર્ભવતી મહિલાઓ ની અંદર બાળકના જન્મ પછી લોહીની કમી સર્જાતી હોય છે. જેને એનેમીયા ની સમસ્યા કહેવામાં આવે છે. આવી પરીસ્થિતિમાં ગર્ભાવસ્થાના શરૂઆતના સમયથી જ જો તુલસીના પાનનું સેવન કરવામાં આવે તો તેના કારણે ભવિષ્યમાં આવી સમસ્યા સર્જાતી નથી.

આમ ગર્ભવતી મહિલાઓ માટે તુલસીના પાન એ એક સર્વ શ્રેષ્ઠ ઔષધ છે. જેનું સેવન કરવાના કારણે ગર્ભવતી મહિલાઓનું સ્વાસ્થ્ય કાયમી માટે તંદુરસ્ત રહી શકે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *