સામગ્રી
2 કપ- સોજી
1કપ સ્વીટ કોર્ન
1 ચમચી આદુ (છીણેલું)
2 ચમચી પનીર
1 ડુંગળી (ઝીણી સમારેલી)
1 ટામેટા (ઝીણી સમારેલી)
1 ગાજર (ઝીણી સમારેલુ)
અડધી ચમચી લાલ મરચું
અડધી ચમચી હળદર
મીઠું સ્વાદ પ્રમાણે
તેલ
બનાવવાની રીત
સ્વીટ કોર્ન અપ્પે બનાવવા માટે સૌપ્રથમ એક કપ સ્વીટ કોર્ન ને બાફી લો. એક બાઉલમાં સોજી, આદુ, પનીર અને લીલા મરચાની પેસ્ટ નાખીને બરાબર મિક્ષ કરી લો. તેમાં સ્વીટ કોર્ન, મીઠું, લાલ મરચું અને અન્ય સામગ્રી ઉમેરો અને તેને 5 મિનિટ માટે બાજુ પર રાખો.
હવે તમારા અપ્પે પેનને ધીમી આંચ પર ગરમ કરો. પછી આ મિશ્રણને તમારા પેનમાં રેડો અને તેમા એક એક પનીર ના નાના પીસ મુકી તેને પાકવા દો. તમારી સ્વીટ કોર્ન સ્ટફ્ડ અપ્પે તૈયાર છે. તમે તેને નારિયેળની ચટણી અથવા લીલા ધાણાની ચટણી સાથે સર્વ કરી શકો છો.
Thank you for reading this post, don't forget to subscribe!
1 thought on “આ રીતે નાના બાળકો માટે બનાવો સ્વીટ કોર્ન સ્ટફ્ડ અપ્પે”