શુ તમે પણ આંખ,નાક,શ્વાસ અને ત્વચા ની એલર્જી થી પરેશાન છો તો એકવાર આ જરૂર વાંચો

સિઝન બદલાય એટલે શરીરમાં એલર્જી તેનાં લક્ષણો બતાવવા લાગે છે , આજકાલના જમાનામાં ખૂબ જલદી શરીરમાં પગપેસારો કરી લેતી શારીરિક સમસ્યા છે . એલર્જી , જ્યારે આપણું શરીર કોઈ પદાર્થ પ્રત્યે વધારે પડતી સંવેદનશીલતા બતાવે ત્યારે તેને એલર્જી કહેવામાં આવે છે . તે કોઈપણ પદાર્થથી થઈ શકે , બદલાતી ઋતુના કારણે થઈ શકે અથવા તો ઘણા કિસ્સામાં આનુવંશિક એલર્જી પણ જોવા મળતી હોય છે .

તે થવાનાં મુખ્ય કારણોને એકવાર તપાસીએ તો આપણને ખ્યાલ આવશે કે ધૂળ , ધુમાડો , માટીના કણો , જાનવરોના સંપર્કમાં આવવાથી , સૌંદર્ય પ્રસાધનોથી , જીવડાં કરડવાથી , અમુક ખાદ્યપદાર્થથી , દવાઓના કારણે થતી હોય છે .

સામાન્ય રીતે એલર્જી નાક , આંખ , શ્વસનની પ્રણાલી , ત્વચા અને ખાનપાન સંબંધિત હોય છે . આ એલર્જી ઘણીવાર આખા શરીરને પણ નુકસાન કરતી હોય છે .

એલર્જીનાં કારણો

નાકની એલર્જી

નાકમાં ચળ આવવી , છીંકો આવવા લાગવી , નાકમાંથી પાણી નીકળવું , નાક બંધ થઈ જવું અને વારંવાર શરદી થઈ જવી . આવાં લક્ષણો નાકની એલર્જીનાં હોય છે .

આંખની એલર્જી

આંખો લાલ થઈ જવી , પાણી આવવું , બળવા લાગવી , ચળ આવવી વગેરે જેવાં લક્ષણો આંખની એલર્જીનાં છે .

શ્વાસની એલર્જી

આમાં ઉધરસ , શ્વાસ લેવામાં તકલીફ અને અસ્થમા જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે .

ત્વચાની એલર્જી

આ પ્રકારની એલર્જી ખૂબ જ કોમન છે . ખાસ કરીને વરસાદની સિઝનમાં તે ખૂબ થતી હોય છે . તેમાં ચામડી ઉપર ચળ આવવી , ઝીણી ફોલ્લી થવી , ફોતરી ઉખડવી વગેરે લક્ષણો જોવા મળે છે .

ખાદ્યપદાર્થથી એલર્જી

ઘણા લોકોને ખાવાપીવાની વસ્તુઓથી એલર્જી થતી હોય છે . જેમાં ચોકલેટ , ઠંડાં પીણાં , ઈડાં , માછલી અને ઘઉં વગેરેનો સમાવેશ થાય છે . ઘણીવાર અમુક લોકોમાં એલર્જીથી ગંભીર સમસ્યા ઉત્પન્ન થાય છે . ઉદાહરણ તરીકે ઘણા લોકોને અમુક ખાદ્યપદાર્થની એલર્જી હોય તો તે ભૂલેચૂકે પણ ખાવામાં આવી જાય તો આખું શરીર અચાનક ફૂલાવા લાગે છે . અચાનક આખું શરીર લાલ થવા લાગે છે .

આવા સમયે તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે . આ જ રીતે એલર્જી એલર્જી પણ ઘણા લોકોમાં જોવા મળતી હોય છે . વધારે પડતી તીવ્ર સુગંધ આવે તો ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે . આમ તો એલર્જીથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય તેનાથી બચવામાં જ છે . એકવાર તમને ખબર પડે કે તમને કોઈ વસ્તુથી એલર્જી છે તો તમારે તેનાથી દૂર જ રહેવું જોઈએ .

ઘરની આસપાસ ગંદકી ન રાખો

ઘરમાં વધારેમાં વધારે ખુલ્લી હવા આવે એમ રાખો . બારી – બારણાં હંમેશાં ખુલ્લાં રાખો .

જે ખાદ્યપદાર્થથી એલર્જી થતી હોય તે ન ખાવ , કેમ કે ખાદ્યપદાર્થની એલર્જી આખા શરીરને અસર કરતી હોય છે , માટે આ અંગે તો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે .

એકદમ ઘરમાંથી ઠંડા અને એકદમ ઠંડામાંથી ગરમ વાતાવરણમાં ન જવું .

બહાર નીકળતી વખતે મોઢા તેમજ નાકને હંમેશાં કવર કરીને રાખવું . તે જ રીતે આંખે પણ ચશ્માં પહેરીને રાખવાં જેથી કરીને શ્વાસ વાટે ધૂળ , ૨જકણ કે ધુમાડો તમારા શરીરમાં ન જાય , કેમ કે તે શ્વાસ વાટે અંદર જશે કે તરત એલર્જીનાં લક્ષણ તમારી અંદર બતાવવા લાગશે .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment